Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાને સીજફાયરનું ઉલ્લંઘન :સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ

નવી દિલ્હી : જમ્મુ- કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાને સીજફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં લગભગ સાંજે 3.45 વાગ્યે યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

   અત્રે ઉલેલ્ખનીય છે કે આ પહેલા પાકિસ્તાને ગુરુવારે પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પૂંછ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળાબારી કરવામાં આવી હતી. પાકિસ્તાનની આ ગોળાબારીનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બે દિવસ પહેલા પાકિસ્તાને કૃષ્ણાઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો જેમા એક જવાન શહિદ થયો હતો

(11:42 pm IST)