Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સિંધીયા ભાજપમાં જોડાય છેઃ સોશ્યલ મીડીયામાં ચર્ચાએ જોર પકડયું

લખનૌઃ મધ્યપ્રદેશના રાજકારણમાં જયોતિરાદિત્ય સિંધીયાના ભાજપ પ્રવેશની ચર્ચા કેન્દ્રસ્થાને છે. સોશ્યલ મીડીયામાં સિંધીયા અંગેની વાતો છેલ્લા એક અઠવાડીયાથી ખુબ જ વાયરલ થઇ રહી છે. સિંધીયાની મુલાકાત ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઇ સાથે થઇ ચુકી છે. ખાસ વાત એ છે કે સિંધીયા તરફથી આ અંગે કોઇ પ્રતિક્રીયા કે ખંડન સામે આવ્યું નથી. સિંધીયા સોશ્યલ મીડીયા ઉપર ખુબ જ એકટીવ રહેતા  હોય છે.

જયોતિરાદિત્ય સિંધીયા હાલ મધ્યપ્રદેશના રાજકારણમાં હાસીયામાં ધકેલાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પણ રાહુલ ગાંધીના રાજીનામા બાદ તેમનું નામ પણ ચર્ચામાં હતુ જેના ઉપર સોનીયા વચગાળાના પ્રમુખ બનતા પુર્ણ વિરામ લાગ્યુ હતુ. સિંધીયાનું પોતાની સરકાર હોવા છતા ગુનાથી ૧ લાખ ઉપરના મતોથી હારવું પણ પ્રશ્ન છે. આમ રાજકારણમાં સતત નજર અંદાજ થઇ રહેલા સિંધીયાના આગામી પગલા ઉપર સૌની મીટ છે.

(3:49 pm IST)