Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જી મેલ પર આવશે એક ખાસ અપડેટ

સ્પેલીંગમાં - વ્યાકરણની ભૂલો પોતાની મેળે સુધારી લેશે

નવી દિલ્હી  :  ઘણીવાર એવું બને છે કે જી મેલ પર ઇમેલ મોકલતી વખતે આપણાથી કોઇ ભુલ રહી જતી હોય છે અથવા તે વ્યાકરણની રીતે બરાબર નથી હોતુ. મુશ્કેલી એવી થાય છે કે આ ભૂલો પર આપણું ધ્યાન ઇ મેલ મોકલ્યા પછી પડે છે. જો તમારી સાથે પણ અવારનવાર આવુ બનતું હોય તો મુંજાવાની જરૂર નથી, કેમ કે તમારા માટે જી મેલ એક નવુ અપડેટ આવવાનું છે. આ નવુ ફીચર ટાઇપીંગ દરમ્યાન જ તમને સ્પેલીંગ અથવા વ્યાકરણની ભુલો બતાવી દેશે. તમને એવો વિચાર આવતો હોય કે આવું કેવી રીતે શકય બને તો જણાવી દઇએ કે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ દ્વારા તમારા ઇ-મેલમાં રહેલી ભુલોની ઓળખ કરવામાં આવશે. જો તમે ભુલથી કોઇ ખોટો સ્પેલીંગ લખ્યો હોય તો જી મેલ ઓટોમેટીક તેને સુધારી નાખશે. વ્યાકરણની ભુલની વાત કરવામાં આવે તો ખોટી વાકય રચના નીચે બ્લુ રંગની ઉંચી નીચી લાઇન દેખાશે. આ અપડેટ અત્યારે તો વેબ પર ઞ્લ્યજ્ઞ્દ્દફૂ ના યુઝર્સ માટે રોલ આઉટ કરાયેલ છે.

(3:47 pm IST)