Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કેબીસી- ૨૦૧૧ના વિજેતાએ વાવ્યા ૭૦ હજાર ચંપાના વૃક્ષ

ચંપારણના નિવાસી સુશીલે ૫ કરોડ જીત્યા હતા

નવીદિલ્હીઃ કેબીસીમાં ૨૦૧૧માં પાંચ કરોડની રકમ જીતનાર સુશીલ કુમાર હવે સુશીલ ચંપાવાળા, પીપળ અને બરગદ વાળા તરીકે ઓળખાય છે. ચંપારણના નિવાસી  સુશીલે જણાવેલ કે  મે કયાંક વાચ્યુ હતુ કે ચંપારણનું નામ એટલે પડયુ કે અહીં ચંપાના વૃક્ષાો ખુબ જ મોટી સંખ્યામાં હતા. પણ હું ચંપારણનો હોવા છતા મે કયાંય ચંપાના વૃક્ષો જોયા નથી અને જોયા હશે તો ઓળખતો નથી.

ગત એક વર્ષમાં સુશીલ કુમારે એક અભિયાન ચલાવી ૭૦ હજાર જેટલા ચંપાના વૃક્ષો વાવ્યા છે અને હાલ તેઓ  પીપળા અને બરગદના વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પૂર્વી ચંપારણના મુખ્ય શહેર મોતીહારીમાં રહે છે અને સામાજીક પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે. તેમણે પોતાના અભિયાનની શરૂઆત ગત વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ ૨૨ એપ્રીલ ૨૦૧૮ના રોજથી કરેલ.

જયારે અભિયાનને વેગ ૫ જુન ૨૦૧૮ના રોજ વિશ્વપર્યાવરણ દિને મળેલ જયારે અભિયાન સાથે જોડાયેલ લોકોએ સાથે મળી ૨૧ હજાર ચંપાના છોડ વાવ્યા હતા.

(3:27 pm IST)