Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વાયનાડમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડેલા તુષાર વેલ્લાપલ્લીની દુબઇ પાસે એક છેતરપીંડી કેસમાં ધરપકડ ; વિદેશમંત્રીને લખ્યો પત્ર

તુષાર 10 વર્ષ પહેલા દુબઈમાં કંપની ચલાવતા હતા : તુષાર ભાજપની સહયોગી પાર્ટી ભારત ધર્મ જન સેનાના પ્રમુખ

કેરળના વાયનાડમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ લોકસભા ચૂંટણી લડનાર તુષાર વેલ્લાપલ્લીને દુબઈની પાસે એક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તુષાર ભાજપની સહયોગી પાર્ટી ભારત ધર્મ જન સેનાના પ્રમુખ છે. તેમના નજીકના લોકોના મતે તેઓને ફસાવવામાં આવ્યાં છે.

   કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને આ મામલે દરમિયાનગિરિ કરવાની માગ કરી છે. મુખ્યમંત્રીએ લખ્યું કે, ધરપકડ થઈ છે છતાં તેમની ભલાઈ અને સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરું છું. કાયદાની મર્યાદામાં રહીને દરેક સંભવ મદદ તેઓને ઉપલબ્ધ કરાવવી જોઈએ.

  સૂત્રના જણાવ્યા મુજબ વેલ્લાપલ્લી લગભગ 10 વર્ષ પહેલાં દુબઈમાં એક કંપની ચલાવતા હતા. જો કે કંપનીને નુકસાન થતાં કોન્ટ્રાક્ટરે રકમની માગ કરી હતી જે રકમનો ચેક બાઉન્સ થયો હતો. લોકસભા ચૂંટણીમાં વેલ્લાપેલ્લી રાહુલ ગાંધી સામે વાયનાડથી ઊભા હતા. રાહુલ ગાંધીને 12 લાખથી વધુ વોટ મળ્યા હતા જ્યારે વેલ્લાપેલ્લીને 78,818 જ મત મળ્યા હતા.

(2:30 pm IST)