Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગંભીર મુદાથી ધ્યાન હટાવવા ધોળા દિવસે લોકતંત્રની હત્યા

ચિદમ્બરમની ધરપકડ પર કોંગ્રેસ લાલપીળીઃ બદલાની ભાવનાથી કરાઇ કાર્યવાહી

નવી દિલ્હી, તા.૨૨: પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને તેને રાજકીય ષડયંત્ર અને વ્યકિતગત બદલાથી પ્રેરિત ગણાવ્યું. કોંગ્રેસે કહ્યું કે તૂટતા અર્થતંત્ર, નોકરીઓ ખત્મ થવી અને રૂપિયાનું સતત અવમૂલ્યનથી દેશનું ધ્યાન હટાવા માટે મોદી સરકારે આ ખેલ રચ્યો. કોંગ્રેસે આખા પ્રકરણ પર મીડિયાની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે કેટલીક ચેનલ સરકારની કઠપૂતળી બનીને કામ કરી રહી છે. કોંગ્રેસ પ્રવકતાએ સત્યમેવ જયતેનો નારો આપતા કહ્યું કે તપાસ બાદ સત્ય આખરે સામે આવી જ જશે.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ ચિદમ્બરમની ધરપકડ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે મોદી સરકાર બન્યાના ૬ વર્ષ બાદ ૧૦ વર્ષ જૂના કેસમાં દુર્ભાવનાપૂર્ણ રીતે ફસાઇ રહ્યા છે. જેલમાં બંધ એક એવી મહિલાના નિવેદનને આધાર બનાવ્યો છે જેના પર પોતાની પુત્રીની હત્યાનો આરોપ છે. ૪૦ વર્ષના બેદાગ રાજકીય જીવન અને સાર્વજનિક સુચિતાને ધૂમિલ કરવા માટે મોદી સરકારે આ દુર્ભાવનાપૂર્ણ કેમ્પેઇન ચલાવ્યું છે. આ પ્રજાતંત્રની ધોળા દિવસે અને કયારેક-કાયરેક રાતે પણ હત્યા દેખાય રહી છે.

કોંગ્રેસે તપાસ એજન્સીઓની પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે સીબીઆઈ કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વમાં રાજકીય બદલો લેવાની એજન્સી બની ચૂકી છે. સુરજેવાલાએ કહ્યું કે પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે સીબીઆઈના અધિકારીએ રાત્રે દિવાલ તોડીને કોંગ્રેસ નેતાના દ્યરમાં પ્રવેશ કર્યો અને તેમની ધરપકડ કરી. દેશનું ધ્યાન મંદી પરથી હટાવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે આજે આખા દેશમાં ભયાનક સ્તર પર મંદી છે અને લાખોની સંખ્યામાં રોજગાર જઇ રહી છે. આપણો રૂપિયો એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી બની ગઇ છે. પ્રધાનમંત્રીના આયુષ્યને પાર કરીને ખૂબ જ આગળ નીકળી ગયો છે. દેશનું ધ્યાન હટાવા માટે વિચલિત મોદી સરકારને નવા સ્વાંગ અને ડ્રામા રચ્યા છે.

કોંગ્રેસે ઇંદ્રાણીને સાક્ષી બનાવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. કોંગ્રેસે કહ્યું કે જેલમાં બંધ ઇંદ્રાણી મુખર્જીની સાથે એ સાક્ષીના બદલામાં શું ડીલ થઇ છે, દેશ એ જાણવા માંગે છે. શ્રી ચિદમ્બરમ અને તેમના પુત્રની આઇએનએકસ મીડિયા કેસ સાથે કોઇ લેવા-દેવા નથી, તેનો એક પણ પુરાવો મળી શકયો નહીં. ચાર્જશીટમાં શ્રી ચિદમ્બરમ અને તેમના પુત્ર તથા લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમની વિરૂદ્ઘ એક નક્કર પુરાવાનો ઉલ્લેખ કરાયો નથી.

(1:14 pm IST)