Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ચિદમ્બરમની રાતભર પૂછપરછ, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી, પૂછપરછમાં સહકાર નહીં આપતા હોવાનો સીબીઆઇનો આરોપ, સીબીઆઈ પછી ચિદમ્બરમની ધરપકડ માટે ઇડી તૈયાર, સુપ્રીમમાં આગોતરા જામીન અરજીનો હવે કોઇ અર્થ રહેતો નથી, રેગ્યુલર જામીન અરજી નીચલી કોર્ટથી કરવી પડશે, પિતા-પુત્ર પાસે હજારો કરોડની સંપત્તિ, તપાસ ખૂબ લાંબી ચાલશે, આઇએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સીસ ડીલ ઉપરાંત બીજા ચાર કેસ મોઢું ફાડીને ઊભા છે, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની અનેક બેનામી કંપનીઓ : છત્તીસગઢ એમપી દક્ષિણ ગુજરાત યુપી દિલ્હી અને હિમાચલમાં વરસાદની આગાહી : જમ્મુ અને શ્રીનગરના મેયરને રાજ્યકક્ષાના પ્રધાનનો દરજ્જો : ફ્રાન્સની મુલાકાતે નરેન્દ્ર ભાઈ સાથે ૨૬ ઓગસ્ટે ટ્રમ્પ સાથે મુલાકાત : રાજ ઠાકરે ઇડી ઓફિસે પહોંચ્યા, તપાસનો પ્રારંભ, મુંબઈમાં અનેક સ્થળે ૧૪૪મી કલમ, રાજ ઠાકરે સાથે આખો પરિવાર જોડાયો : જમીનમાં સૌથી મોટું oilfield મહેસાણામાં હોવાનું કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત : ૧ સપ્ટેમ્બરથી દેશના દરેક નાગરિકે નવા નિયમ પ્રમાણે લાઇસન્સ લેવા પડશે : સૌરાષ્ટ્રના વંથલીના ટીનમસમાં પતિના હાથે પત્નીની ક્રૂર હત્યા : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો વિરામ : નર્મદા ડેમમાં દર સેકન્ડે ૩૫.૫૦ લાખ લિટર પાણીની આવક, આજે સપાટી ૧૩૩.૩૦ મીટરની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી : આવતા મહિને રાફેલ વિમાન ભારત આવી પહોંચશે

(12:51 pm IST)