Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઓશોએ મારૂ જીવન બદલ્યુ : મેડોના

મારા મિત્ર દિપક ચોપડાએ મને ઓશનું પુસ્તક 'ધ બુક ઓફ સિક્રેટ્સ' વાંચવા માટે આપ્યુ હતું. જેણે મારા જીવનને એક ખાસ વળાંક આપ્યો. વાંચ્યા પછી મારા સર્જન પર તેનો પ્રભાવ આવવા લાગ્યો. ત્યાર પછી હું સ્વયંને ભારત સાથે સંકળાયેલી માનવા લાગી અને ભારતીય પરવેશમાં મેં કેટલાય ગીતો પણ રહ્યા. હું ઓશોને કયારેય નથી મળી તેનો મને અત્યંત અફસોસ છે પણ ઓશોના પુસ્તકોમાંથી મને જે જ્ઞાન મળ્યુ તેનાથી મારૂ જીવન જ બદલાઈ ગયુ અને મારા દિલો દિમાગ પર ઓશોની એક અમીર છાપ ઉભી થઈ. મને એ વાતનંુ બહુ જ દુઃખ છે કે અમેરીકન સરકારે એ સુવર્ણતક ગુમાવી દીધી. જયારે ઓશો ૧૯૮૬માં અમેરીકા પરત ફરવા ઈચ્છતા હતા.(૩૭.૪)

મેડોના (આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા)

(11:31 am IST)