Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાજપે મહિનામાં ૪ કરોડ નવા સભ્યો બનાવ્યા

પ.બંગાળમાં સભ્યપદ નોંધણીમાં ૧૪૦ ટકાનો ઉછાળોઃ ભાજપ પાસે ૧૧ કરોડથી ૧૫ કરોડ સભ્યો બનાવ્યા

નવી દિલ્હી,તા.૨૨:ભારતીય જનતા પાર્ટીએ પોતાના સભ્યો ૫૦ ટકા જેટલા વધારી દીધા છે. પક્ષે રાષ્ટ્રીય સ્તરે ૪ કરોડ વધુ લોકોને પક્ષના સભ્ય બનાવ્યા છે. મંગળવારે સમાપ્ત થયેલ સદસ્યતા અભિયાનમાં પક્ષે પોતાના સભ્યોની સંખ્યામાં મોટો વધારો કર્યો છે. ભાજપના સુત્રો અનુસાર પક્ષે સદસ્યતા અભિયાન ચલાવીને સભ્યોની સંખ્યા ૧૧ કરોડ થી ૧૫ કરોડ પર પહોંચાડી છે.

પક્ષના સુત્રોનું કહેવું છે કે સદસ્યતા અભિયાનમાં સાૂૈથી વધારે ફાયદો પશ્વિમબંગાળમાં થયો છે. આ રાજયમાં ૩૫ લાખ લોકો નવા ૧૪૦ ટકાનો વધારો થયો છે. આ પહેલા આ રાજયમાં ૩૫ લાખ લોકો નવા સભ્ય બન્યા છે. આ પહેલા આ રાજયમાં પક્ષના ૨૫ લાખ લોકો સભ્ય હતા. હવે સદસ્યતા અભિયાન પછી પશ્વિમ બંગાળમાં સભ્ય સંખ્યાં ૬૦ લાખ થઇ ગઇ છે.

પક્ષના રાજ્ય એકમ અનુસાર સભ્યપદ મેળવવામાં ઉતરપ્રદેશ સૌથી આગળ રહ્યું છે.આ રાજ્યમાં પહેલાજ ૯૦ લાખ સભ્યો હતા. જે સદસ્યતા અભિયાનમાં ૬૦ લાખ નવા લોકો સભ્ય બન્યા છે.

 ભાજપાનું અનુમાન છે કે જમ્મુ - કાશ્મીર અને લદાખમાં ૧૨ લાખ નવા સભ્યો ભાજપામાં સામેલ થઇ શકે છે. જ્યારે બીજા રાજ્યોમાં પણ ભાજપાના સભ્યોની સંખ્યા વધી છે. હરિયાણામાં ૭,૧૪,૭૮૪, હિમાચલપ્રદેશમાં ૪,૬૨,૮૦૪ , પંજાબમાં ૫,૦૫,૪૨૨, ઉતરાખંડમાં લગભગ ૧૦ લાખ લોકો ભાજપાના સભ્ય બન્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ૩૩ લાખ૭૩ હજાર, કર્ણાટકમાં૧૬લાખ૯૦હજાર, મહારાષ્ટ્રમાં ૧૯લાખ૯૭હજાર, રાજસ્થાનમાં ૨૦લાખ૮૭હજાર અને મધ્યપ્રદેશમાં ૨૪ લાખ૫૩ હજાર નવા સભ્યો ભાજપામાં જોડાયા છે.

(11:27 am IST)