Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

એનડીટીવીના સંસ્થાપક પ્રણવ રોય સહિતના સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો

 

નવી દિલ્હી ;પ્રત્યક્ષ વિદેશી રોકાણ મામલે ગોટાળાના આરોપમાં સીબીઆઈએ એનડીટીવીના સંસ્થાપક પ્રણવ રોય અને અન્ય વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે

પહેલા નવ ઓગસ્ટે ભ્રષ્ટ્રાચારના આરોપનો સામનો કરી રહેલા એનડીટીવીના સંસ્થાપક પ્રણવ રોય અને તેની પત્ની રાધિકા રોયને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા અટકાવ્યા હતા સીબીઆઈ તરફથી જારી લુકઆઉટ સર્કયુલરના આધારે કાર્યવાહી થઇ હતી

    દિલ્હીમાં સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે આઈસીઆઇસીએ બેંકથી સંકળાયેલ કથિત ગોટાળા મામલે જૂનમાં બંને વિરુદ્ધ એલઓસી જારી કર્યું હતું અધિકારીઓએ કહ્યું કે બંનેને નોટિસના આધારે દેશ છોડવાથી રોક્યા હતા

એલઓસી કોઈ વ્યક્તિને દેશ છોડવાથી રોકવા માટે જારી કરાય છે એજન્સીઓએ તેના આધારે તે વ્યક્તિને બહાર જતા અટકાવે છે અને અંતર્ગત તેની અટકાયતમાં લેવાતા નથી

  મીડિયા કંપનીના માલિકો પર દરોડા અને આજની કાર્યવાહી મીડિયાવાળા માટે ચેતવણી છે તે હા માં હા મિલાવે નહિતર કાર્યવાહીનો સામનો કરે તેમ કંપનીએ જણાવ્યું હતું કંપનીએ કહ્યું કે સંપૂર્ણ રીતે મૂળ અધિકારોનું ઉલ્લંઘન છે નિવેદનમાં એનડીટીવીએ પોતાના બંને સંસ્થાપકોને પત્રકાર કહ્યા છે જોકે કંપનીએ નથી બતાવ્યું કે ક્યાં કારણથી વિદેશ જતા હતા

  કથિત બેન્ક ગોટાળા મામલામાં બે વર્ષ પહેલા એનડીટીવીના માલિક રોયના સ્થળોએ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા સીબીઆઈએ 2 જૂન 2017ના કેસ દાખલ કર્યા અબ્દ કહ્યું હતું કે તે કર્જ ચૂકની તપાસ નથી કરતી પરંતુ ભારતીય રિઝર્વ બેન્કના નિયમો,સેબીના દિશા નિર્દેશોના ઉલ્લંઘન અને આઈસીઆઈસીઆઈ બેન્કની તરફથી કંપનીને કર્જ પર વ્યાજદરમાં ઘટાડાની તપાસ કરે છે તેના કારણે બેન્કને કથિત 48 કરોડનું નુકશાન થયું હતું

(12:00 am IST)