Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

નીતી આયોગના સભ્‍ય ડો. પોલે દિલ્‍હી સરકારે સાવધાની રાખવા ત્રણ મહિના ધ્‍યાન રાખવા જણાવ્‍યું

રસીકરણ પર વધુ ધ્‍યાન આપવા અપીલ

નવી દિલ્‍હી :  નીતિ આયોગના સભ્ ડો. પોલે દિલ્હી સરકારને સાવધાની રાખવા ત્રણ મહિના ધ્યાન રાખવા જણાવ્યું છે અને રસીકરણ ઉપર વધુ ધ્યાન આપવા અપીલ કરી છે

વધુ વિગતે સમાચાર જોઇએ તો નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી કે પોલે દિલ્હી સરકારને કહ્યું છે કે સાવધાન રહેજો કારણકે આગામી ત્રણ મહિના ખૂબ જ મહત્વના છે અને કોઈ પણ છૂટછાટ આપતા કોરોનાનું સંક્રમણ વધી શકે છે. દિલ્હીમાં DDMAની બેઠકમાં તેમણે આ સલાહ આપી હતી કે રાજધાનીમાં કોઈ પણ પ્રકારની યાત્રાઓ પર પ્રતિબંધ લગાવતા પહેલા દિલ્હી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સંપર્ક કરે.

ડૉક્ટર પોલે કહ્યું કે અનલોક કરવાની રીતથી કોરોનાના કેસોમાં વધારો થઈ શકે છે. પણ હાલ દિલ્હીમાં સંક્રમણનો દર સૌથી ઓછો છે. 20 જુલાઇની આ બેઠક સાર્વજનિક કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે આગામી ત્રણ મહીના આપણે સાવધાન રહેવાની જરૂર છે. મુખ્ય સચિવ વિજય દેવ દ્વારા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ની 12 રાજ્યોમાં હાજરી જોવાની વાત કરી અને પૂર્વોત્તરના રાજ્યમાં વધુ સંક્રમણ હોવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે દિલ્હીએ પહેલા અમુક પ્રતિબંધો લગાવ્યા હતા, જેમ કે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રથી આવતા યાત્રીઓએ નેગેટિવ RT-PCR બતાવવો ફરજિયાત હતો.

પોલે સલાહ આપતા કહ્યું કે દિલ્હીમાં આંતરરાજ્ય યાત્રા પર કોઈ પણ પ્રકારે પ્રતિબંધ લગાડતા પહેલા ભારત સરકારની સલાહ લેવી જોઈએ. કારણકે આ દેશની રાજધાની છે. વધુમાં આ બેઠકમાં એ પણ સલાહ આપવામાં આવી કે નેગેટિવ RT-PCR બતાવ્યા કરતાં વેક્સિન લીધાનું પ્રમાણ પત્ર બતાવવું આવશ્યક અને ફરજિયાત કરવું જોઈએ. જેનાથી રસીકરણને પણ વેગ મળશે. રાષ્ટ્રની રાજધાનીમાં કોવિડ માટેના પ્રતિબંધો DDMA નક્કી કરે છે. મુખ્ય સચિવની બેઠકમાં રસીકરણ પર પણ વધુ ભાર આપવામાં આવ્યું, જેમાં કહ્યું કે પ્રશાસન આ રીતે રસી ખરદીવાથી લઈ બીજા ઘણા વિકલ્પો શોધી શકે છે. સાથે જ રાજ્યના બધા જ વર્ગો માટે રસીકરણ પર પણ વધુ ધ્યાન આપે તેવું કહેવામાં આવ્યું.

(11:13 pm IST)