Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અલગ-અલગ સંસ્‍થાન-દવા કંપનીઓએ કોરોનાની વધુ બે દવા તૈયારી કરી : બે ટ્રાયલ પુરા થયા

-ઇમરજન્‍સી ઉપાયોગની પરવાનગી અપાશે તો બજારમાં ઉપલબ્‍ધ થશે

નવી દિલ્‍હી :  બન્ને દવાઓ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંસ્થાન પરિષદ (સીએસઆઈઆર) ની મદદથી અલગ અલગ સંસ્થાન અને દવા કંપનીઓ સાથે મળી તૈયાર કરવામાં આવી રહી છે. આ બન્ને દવાઓના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલ પુરા થઈ ચૂક્યા છે.

ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળશે તો બજારમાં મુકાઈ જશે

કેન્દ્ર સરકારનું અનુમાન છે કે આવનારા કેટલાક મહિનાઓમાં કોવિડના દર્દીઓ માટે આ દવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓ માટે સીએસઆઈઆરે ઓરલ મેડિસિન ઉમીફેનોવિર વિકસિત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને સીએસઆઈઆરના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુંસાર આ દવાના ક્લિનિકલ ટ્રાયલ પણ પૂરા થઈ ગયા છે. જો કે વૈજ્ઞાનિકોનો દાવો છે કે ટ્રાયલની કેટલીક ઔપચારિક્તાઓ હજું બાકી છે. આ દવાને જેવી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળશે તે બજારમાં મુકાઈ જશે. બજારમાં મુકાય તે પહેલા ડીઆરડીઓએ પોતાની ટૂ ડીજી દવા પણ દર્દીઓ માટે હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી હતી.

આ દવા ઉપરાંત સીએસઆઈઆર અને એનઆઈઆઈએસટીએ મળીને બજારમાં પહેલાથી હાજર એન્ટીવાયરલ દવા મોલાનુપિરવીરની એક નવી ટેક્નીક વિક્સાવી છે. સીએસઆઈઆર અને એનઆઈઆઈએસટીએ સાથે મળીને કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરેલી દવાને બનાવનારી કંપની ઓપ્ટિમસ ફાર્મા મેડિસિનને બજારમાં લોન્ચ કરવાને લઈને પુરી તૈયારી સાથે જોડાઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તથા રસાયણ તથા ઉર્વરક મંત્રાલયના સૂત્રોના જણવ્યાનુંસાર દવાના ક્લિનિકલ ટ્રાયલ કરી લેવામા આવ્યા છે. દવા બનાવનારી કંપની ઓપ્ટિમસ ફાર્માના નિવેદન મુજબ જે ક્લિનિકલ ટ્રાયલ થયા છે તે બહું પોઝિટિવ છે. ટ્રાયલ દરમિયાન જે દર્દીઓમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો તેમને સામાન્ય કોરોનાના દર્દીની સરખામણીએ ન ફક્ત મૃત્યુ દર ઘટ્યો છે બલ્કે હોસ્પિટલમાં દાખલ કરવાની પરિસ્થિતિમાં પણ ઘટાડો આવ્યો છે.

(11:11 pm IST)