Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દેશમાં વસ્‍તી નિયંત્રણ કામયદાના અમલની ચાલતી ચર્ચા વચ્‍ચે મોદી સરકારે સંસદમાં આપ્‍યો જવાબઃ કાયદા વિષયક મહત્‍વની સ્‍પષ્‍ટતાઓ કરી

સરકાર કેમ બે બાળકોની નીતિ લાવવા સંમત નથી તેના કારણો પણ રજુ કર્યા

નવી દિલ્હી : શુક્રવારે લોકસભામાં કેન્દ્ર સરકારે એક સવાલના જવાબમાં આ વાત કરી હતી. નરેન્દ્ર મોદી સરકારે આવી નીતિ ન લાવવા પર અનેક કારણો જણાવ્યા છે. લોકસભા સાંસદ ઉદય પ્રતાપ સિંહે સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આ અંગે સવાલ કર્યો હતો. જવાબમાં રાજ્ય મંત્રી ડો. ભારતી પવારે કહ્યું કે સરકારનો આવો કોઈ વિચાર નથી.

સરકાર કેમ બે બાળકોની નીતિ લાવવા નથી માંગતી

મંત્રીએ પોતાના જવાબમાં ચાર કારણે ગણાવ્યા છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વનો સંદર્ભ ટાંકતા સરકારે કહ્યું કે જ્યારે વાંછિત પ્રજનન દર ઘટીને 1. 8 થઈ ગયો છે. મતલબ ઔસતન દરેક દંપત્તી 1.8 બાળકો ઈચ્છે છે. બીજું કારણ જનસંખ્યા અને વિકાસને લઈને એક આંતર રાષ્ટ્રીય સમજૂતિને ગણાવ્યું છે તો ભારતને પરિવાર નિયોજનની જબરસ્તીથી રોકે છે. ત્રીજુ કારણ દુનિયામાંથી મળેલા અનુભવો છે.

જબરજસ્તી આમ કરવાથી જનસંખ્યાકિય વિસંગતિયાં થાય છે-સરકાર

સરકારનું કહેવું છે કે જબરજસ્તી કરવાથી જનસંખ્યાકિય વિસંગતિયાં થાય છે જેમ કે લિંગના આધાર પર ગર્ભપાત, છોકરીઓનો ત્યાગ અને તેમની ભ્રૂણ હત્યા. ચૌથા કારણ તરીકે કેટલાક રાજ્યોના ઉદાહરણ આપ્યા છે. કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોને કોઈ કડકાઈ લાગૂ કરી નથી થતા પ્રજનન દરમાં ઘટાડો નોંધાયો છે.

સાસંદે શું શું પૂછ્યું હતુ?

સિંહે સરકારને પૂછ્યુ હતુ કે શું તે વધતી જનસંખ્યાને રોકવા માટે કોઈ નીતિ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે પોતાના સવાલમાં એવી નીતિની વાત કરી જે તમામ નાગરિકો પર સમાન રુપથી લાગૂ થાય. આ ઉપરાંત 2 બાળકોની નીતિ સાથે જોડાયેલો કોઈ પ્રસ્તાવ છે કે નહી. એમ પણ સવાલ હતો. આવી કોઈ નીતિ લાવવાનો વિચાર છે તો તેના કારણે સાંસદ એ પણ જાણવા માંગે છે.

(8:48 pm IST)