Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કેન્દ્ર સરકાર દ્વારા ESIC પેન્શનમાં ફેરફારઃ કોરોનાથી મૃત્યુ થાય તો માતા-પત્ની-પુત્ર-પુત્રી બધાને પેન્શનનો લાભ અપાશે

કંપનીના કર્મચારી પરિવારને ટર્મ્સ ઓફ કંડીશન મુજબ લાભ અપાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કંપનીના કર્મચારીઓ માટેની ઇઍસઆઇસી પેન્શન નીતિમાં ફેરફાર કરાયો છે.

કોરોનાને કારણે જે પણ વ્યક્તિઓના મોત થયા છે. તેમના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. ESIC સ્કીમ અંતર્ગત પરિવારજનોને મૂળ પગાર સામે 90 ટકા રકમનુ પેન્શન અપાશે.

કોરોના કાળમાં સરકાર દ્વારા ઘણી રાહતો આપવામાં આવે છે. ત્યારે હવે સરકાર દ્વારા ESIC પેન્શનમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે. લેબર મિનિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ કંપનીના કર્મચારીની કોરોનાને કારણે મોત થાય છે. તો તેના પરિવારને ESIC અંતર્ગત પેંશનનો લાભ આપવામાં આવશે. જોકે આ સ્કીમમાં અમુક ટર્મ્સ એન્ડ કન્ડીશન પણ મુકવામાં આવી છે.

નવો નિયમ 24 માર્ચ 2020 થી લઈને 24 માર્ચ 2022 સુધી રાખવામાં આવશે. આ સ્કીમમં સૌથી પહેલા એલિજિબિલિટી કંડિશન રાખવામાં આવી છે. જેમા ESIC સ્કીમમાં વ્યક્તિ ત્રણ મહિના અગાઉ જોડાયેલો હોવો જોઈએ. બીજુ કે જે વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે તેનું કંપની સાથે 78 દિવસ જોડાયેલો હોવો જોઈએ. જો આ બંને કંડીશન યોગ્ય હશે તો મૃતકના પરિવારને પેન્શન આપવમાં આવશે.

આ સ્કીમમાં મૃતકનો જેટલો પગાર હશે તેના સામે 90 ટકા પેન્શન તેના પરિવારને આપવામાં આવશે. એટલેકે  મૃતકનો પગાર 30 હજાર હશે તો તેની જગ્યાએ 27 હજાર સુધીનો પગાર તેને આપવામાં આવશે. નાણાકિય વર્ષમાં બે કંટ્રીબ્યુશન પીરિયડ હોય છે. જેમા પહેલો પીરિયડ એપ્રિલ થી સપ્ટેમ્બર અને બીજો ઓક્ટોમ્બરથી માર્ચ સુધીનો હોય છે.

મૃતક વ્યક્તિ જો પરિણીત હશે તો તેની પત્નીને પહેલા પેન્શન મળશે. તે સિવાય તેની માતા અને પુત્રીનો પણ તેના પર હક રહેશે. પેન્શનની મૂળ રકમમાંથી 60 ટકા રકમ પત્નીને આજીવન મળશે. જ્યારે 40 ટકા સુધીની રકમ મૃતકની માતાને આજીવન આપવમાં આવશે. તે સિવાય મૃતકના પુત્રને પણ 25 વર્ષ સુધી 40 ટકા રકમ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કુલ 100 ટકા આવકની સામે 90 ટકા પેન્શન મૃતકના પરિવારને આપવામાં આવશે. તે સિવાય ટોટલ પેન્શન અમાઉન્ટ પેંન્શન રેટ કરતા વધારે નહી રાખવામાં આવે. કારણકે જો તે વધારે હશે તો તેમા કપાત કરવામાં આવશે.

(6:56 pm IST)