Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

' પ્રથમ USA ' ના CEO તથા ગ્લોબલ એક્ઝિક્યુટિવ તરીકે સુશ્રી મનીષા ભારતીની નિમણુંક : સપ્ટેમ્બર 2021 થી હોદ્દો સંભાળશે

મીન્નેસોટા : જરૂરિયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા માટે ભારતના સુપ્રતિષ્ઠિત NGO માંહેના એક પ્રથમના યુએસએ ખાતેના સૌપ્રથમ  CEO તરીકે તથા ગ્લોબલ એક્ઝિક્યુટિવ તરીકે સુશ્રી મનીષા ભારતીની નિમણુંક નિમણુંક થઇ છે. તેઓ  સપ્ટેમ્બર 2021 થી હોદ્દો સંભાળશે .

સુશ્રી મનીષા છેલ્લા 25 વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવે છે. તથા FHI 360 તેમજ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં નેતૃત્વ કરી ચુક્યા છે. હાલમાં તેઓ મીન્નેસોટાના ફિલાન્થ્રોફિક ઓર્ગેનાઇઝેશનમાં સ્ટ્રેટેજી એન્ડ પ્રોગ્રામ  ચીફ તરીકે સેવાઓ આપી રહ્યા છે.જેમાં તેઓ આરોગ્ય ,શિક્ષણ ,તથા વૈશ્વિક વિકાસની જવાબદારી સંભાળે છે.

સુશ્રી મનીષાની નિમણુંક પ્રથમ  USA ના CEO તથા ગ્લોબલ એક્ઝિક્યુટિવ તરીકે એકદમ યોગ્ય હોવાનું ચેરમેન શ્રી દિપક રાજ તથા પ્રેસિડન્ટ અને કો-ફાઉન્ડર શ્રી માધવચવાન એ જણાવ્યું હતું.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)