Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

તિબ્બતી ગ્લેશિયરમાં મળ્યા ૩૩ વાયરસના જિનેટિક કોડ

૧૫ હજાર વર્ષ જુના છે જિનેટિક કોડઃ ૨૮ દુર્લભ કોડ પણ સામેલ

લ્હાસા તા ૨૩: બર્ફમાં ઇતિહાસના અનેક રહસ્યો દફન હોય છે. વૈજ્ઞાનિકોને ચીન તિબ્બત વાળા ભાગમાં ગ્લેશિયરમાં ૩૩ વાયરસના જિનેટિક કોડ મળ્યા છે. જેમાંથી ૨૮ વાયરસ તો દુર્લભ છે.

આ અંદાજે ૧૫ હજાર વર્ષ જુના છે. બર્ફમાં દબાઈ રહેવાના કારણે અત્યાર સુધી બચી રહ્યા. આ વાયરસોના જિનેટિક કોડ મળ્યા પછી વૈજ્ઞાનિકોને આગળ જય મંગલ જેવા ગ્રહો પર જીવનની શોધ કરવામાં પણ મદદ મળવાની આશા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાયરસ આટલી સતાબ્દી સુધી કઈ રીતના જીવિત રહી શકે તે વિશે સંશોધન કરવામાં આવશે. આ  બરફ પશ્ચિમ કૂનલૂન શાનની ગુલિયા આઈસ કેપ ખાતેથી લેવામાં આવી છે. જે તિબ્બતી પઠારમાં છે.

રિસર્ચ ટીમના સહ લેખક અને અમેરિકાના ઓહાયો માઇક્રોબાયોમ સેન્ટરના નિર્દેશક મૈથ્યુ સાલીવનનું કહેવું છે કે, આ વાયરસ ઘણા કઠિન પર્યાવરણમાં ઉછરે  છે. અને કારક જીન્સને શોધવું મુશ્કેલ હોય છે. કારણ કે અધ્યયન કરવામાં સાવધાની રાખવી પડે છે.

 મંગલ પર જીવનની શોધમાં મદદ કરશે

અધ્યયનના પ્રમુખ શોધ કરતા જી પિંગ જોન્ગનું કહેવું છે કે, આ ગ્લેશિયર ધીરે ધીરે બન્યા હતા.  અને અહી ધૂળ, વાયરસ  અને ગેસ જમા થઇ ગયા. આ એવા વાયરસથી મળતા આવે છે  જે બેકટેરિયાથી સંક્રમિત કરે છે. અથવા માટી કે વૃક્ષમાંથી નીકળે છે. જે પદ્ધતિનો ઉપયોગ કરી અહીંથી વાયરસ શોધવામાં આવ્યા, તે ટેકનિક મંગલ જેવા ગ્રહો પર જીવનની શોધ કરવામાં મદદરૂપ થાય છે. શોધકર્તાઓ અનુસાર  હાલમાં પશ્ચિમી ચીનના ગ્લેસીયર્ષનું  પૂરૃં અધ્યયન કરવામાં આવ્યું નથી.

(4:19 pm IST)