Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હું અને સિધ્ધુ હાથમાં હાથ મિલાવી કામ કરશું : અમરિન્દર

સિધ્ધુની સ્પષ્ટ વાત : રસ્તા પર બેઠો છે દેશનો ખેડૂત : સમાધાન જરૂરી

ચંદીગઢ, તા. ર૩ :  પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ટકરાવ ઓછો થતો લાગી રહ્યો છે. કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળી લીધુ છે.

નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કહ્યુ કે આજે દેશનો ખેડૂત દિલ્હીના રસ્તા પર ધરણા કરી રહ્યો છે, સૌથી મોટો મુદ્દો આ જ છે. સિદ્ધૂએ કહ્યુ કે કાર્યકર્તાના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે, અમે કાર્યકર્તાઓના અવાજને સાંભળીશું નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યુ કે મોંઘી વિજળી કેમ ખરીદવામાં આવે ?

આ દરમિયાન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે જોવા મળ્યા હતા અને તમામ કાર્યકર્તાઓ વચ્ચે બન્નેએ સ્ટેજ શેર કર્યુ હતું. કેપ્ટન અમરિંદર સિંહે કાર્યક્રમમાં કહ્યુ કે જ્યારે સોનિયા ગાંધીએ તેમણે જણાવ્યુ કે નવજોત સિંહ સિદ્ધૂ પ્રદેશ અધ્યક્ષ બનવા માંગે છે, ત્યારે મે કહ્યુ કે તે તેમના નિર્ણયનું સ્વાગત કરીશું. હું અને નવજોત સિંહ સિદ્ધૂ સાથે કામ કરીશું.

નવજોત સિંહ સિદ્ધૂની તાજપોશી પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તમામ ધારાસભ્ય અને પંજાબ કોંગ્રેસના અધિકારીઓને ચા પાર્ટી પર બોલાવ્યા હતા. પંજાબ ભવનમાં આ ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું.(૯.૧૬)

સિદ્ધુના પ્રવચનની ઝલક

* બધા કાર્યકરોને ઘરેથી બહાર કાઢીશ : સિકંદર બનાવીશ.

* મારી ચામડી જાડી છે, મારા વિરોધીથી મને ફર્ક પડતો નથી, મને વધુ બહેતર બનાવે છે.

*   પ્રવચનમાં નવજોત સિદ્ધએ ચોક્કા અને છક્કા ફટકાર્યા હતા.

* મોદી સરકારને આડા હાથે લીધેલ. સિદ્ધએ કહ્યું જે ખેડૂતોને લીધે સત્તા ઉપર બેઠા છે, તે લોકો સડકો ઉપર બેઠા છે.

(4:03 pm IST)