Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પોનોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયોઃ ૨૭મી સુધી રીમાન્ડ લંબાવાઈ

રાજ કુંદ્રાને ૨૭મી સુધી 'પોલીસના મહેમાન' બનવુ પડશેઃ કોર્ટ તરફથી રાહત ન મળી

મુંબઈ, તા. ૨૩ :. પોર્ન વિડીયો બનાવવાના મામલામાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેશમેન રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી ૨૭મી સુધી લંબાવવામાં આવી છે.

રાજની પોલીસ રિમાન્ડ આજે સમાપ્ત થતી હતી. પોલીસે પૂછપરછ માટે વધુ ૭ દિવસની રીમાન્ડ માંગી હતી જેના પર કોર્ટે પોલીસ રીમાન્ડ ૨૭મી સુધી લંબાવી દીધી છે. કુંદ્રાની સાથે રાયન થારપની પોલીસ કસ્ટડી પણ વધારવામાં આવી છે.

પોલીસને શંકા છે કે રાજ કુંદ્રાએ પોનોગ્રાફીથી કમાયેલા પૈસાનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કર્યો હતો. આ માટે રાજ કુંદ્રાના યશ બેન્કના ખાતા અને યુનાઈટેડ બેન્ક ઓફ આફ્રિકાના ખાતા વચ્ચેની લેવડદેવડ પણ તપાસવી જોઈએ. ક્રાઈમ બ્રાંચની ટીમ કુંદ્રા ફરી ભાઈખલા જેલ જઈ જશે. જ્યાં સામાન્ય રીતે આરોપીને રાખવામાં આવે છે ત્યાં પુછપરછ પણ થાય છે.ક્રાઈમ બ્રાન્ચનો આરોપ છે કે કુંદ્રા તપાસમાં સહકાર નથી આપતો. અત્રે નોંધનીય છે કે ૧૯ જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી.

(3:59 pm IST)