Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હવે ઇંગ્લેન્ડ યુનિવર્સિટીમાંથી ઇ-સ્પોર્ટસ સબંધી કોર્ષ અને ડિગ્રી મળી શકશે

ઇંગ્લેન્ડ, તા., ર૩: વધતી લોકપ્રિયતાને કારણે અમેરીકા પછી હવે ઇંગ્લેન્ડમાં પણ ઇ-સ્પોર્ટસ સબંધીત કોર્ષ કરાવવામાં આવશે. કેટલીય શિક્ષણ સંસ્થાઓએ ઇ-સ્પોર્ટસ કોર્ષ સંદર્ભે રોકાણ કર્યુ છે.

નોટીંધમ ટ્રેન્ટ યુનિવર્સિટીએ હાલમાં ઇ-સ્પોર્ટસ પ્રોડકશનને પોતાના ડીગ્રી પોગ્રામમાં સામેલ કર્યા છે. જેમાં ગેમીંગ બારામાં જાણકારી જ નહી પરંતુ ઇ-સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ થાય છે તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે.

આ કોર્ષમાં લાઇવ ઇવેન્ટ પ્રોડકશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, ગેમ એનાલીસીસ સહીત અનેક બાબતો ભણાવવામાં આવશે. ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે વિદ્યાર્થીઓને કામ કરવાનો મોકો મળશે. આ પ્રોગ્રામ પ્રોડકશનને વધારો અપાવશે.

(12:51 pm IST)