Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્ર વિધાનસભામાંથી 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા ભાજપના 12 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : ગૃહમાં સરકારની નીતિઓનો વિરોધ કરનાર ધારાસભ્યોની સંખ્યા ઘટાડવાનો આરોપ : અધ્યક્ષે ખુલાસો કરવાની તક આપ્યા વિના સસ્પેન્ડ કર્યા હોવાની રાવ

ન્યુદિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભામાંથી 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા ભાજપના 12 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે કરેલી પિટિશનમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારનો હેતુ ગૃહમાં સરકારની નીતિઓનો વિરોધ કરનાર ધારાસભ્યોની સંખ્યા ઘટાડવાનો છે. અધ્યક્ષે અમને સસ્પેન્ડ કરતા પહેલા ખુલાસો કરવાની પણ તક આપી નથી.

અધ્યક્ષની ચેમ્બરમાં ધાંધલ ધમાલ કરવાના આરોપસર મંત્રી અનિલ પરબે 6 જુલાઈના રોજ ભાજપના 12 ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં મુક્યો હતો.જે શાસક પક્ષની બહુમતી હોવાથી પસાર થઇ ગયો હતો. આથી ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કરી દઈ આ પગલાંને ગૃહમાં સરકારની નીતિઓનો વિરોધ કરનાર ધારાસભ્યોની સંખ્યા ઘટાડવાના પગલાં સમાન ગણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:29 am IST)