Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રિઝર્વ બેંકે બદલ્યા નિયમો

૧ ઓગસ્ટથી બેંક હોલિડે પર મળશે સેલરી અને પેન્શન : EMI પણ ભરી શકાશે

નવી દિલ્હી તા. ૨૩ : ૨૦૨૧થી રવિવાર હોય કે અન્ય કોઈ બેંક રજા હોય તો પણ તમારા પગાર, પેન્શન, ડિવિડન્ડ અને વ્યાજની ચુકવણી અટકાશે નહીં, એટલે કે પગાર અને પેન્શનની ચુકવણી નિયત તારીખે કરવામાં આવશે. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય ઓટોમેટેડ કિલયરિંગ હાઉસ (NACH) અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ રહેશે.

પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરેની ચુકવણી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા સંચાલિત NACH દ્વારા કરવામાં આવે છે. ૧ ઓગસ્ટથી ર્ફીણૂત્ર્દ્ગક સુવિધા ૭ દિવસ ૨૪ કલાક મળવાથી કંપનીઓ ગમે ત્યારે સેલરી ટ્રાન્સફર કરી શકે છે.

(10:45 am IST)