Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઉત્તરપ્રદેશના સંભલ જીલ્લામાં ચોંકાવનાર ઘટના

એક ફૂલ ૩ માળી : લગ્ન કરવા ૩ આશિકો એક જ યુવતીના ઘરે પહોંચી ગયા અને પછી થયો હંગામો

લખનૌ,તા. ૨૩: તમે લવ ટ્રાયંગલ વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ ઉત્ત્।રપ્રદેશના સંભલ જીલ્લામાં ત્રણ નહીં ચાર એંગલની લવ સ્ટોરી રચાઇ રહી છે. એક યુવકે યુવતી સાથે ૧ વર્ષ પેહલા જ લગ્ન કર્યાનો દાવો કર્યો જયારે બીજો યુવક લગ્ન માટે વરરાજા બનીને જ યુવતીના ઘરે પહોંચી ગયો અને ત્રીજા યુવકે યુવતીના પ્રેમી હોવાનો દાવો કરતાં યુવતીના ઘરમાં હંગામો મચી ગયો હતો.

યુવતીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી તે વખતે જ એક યુવકે તેના ઘરે આવીને હંગામો કરવા લાગ્યો. યુવકનું કેહવું હતું કે, યુવતી સાથે એક વર્ષ પહેલા જ તેના લગ્ન થઈ ચૂકયા છે અને યુવતીના પરિવારના સદસ્યો તેની જબરદસ્તીથી બીજા યુવક સાથે લગ્ન કરાવી રહ્યા છે. યુવકે એક વર્ષ પહેલાનું નિકાહનામુ પણ બતાવ્યું.

આ મગજમારીની વચ્ચે જ બીજો યુવક નાચતા ગાજતા વરઘોડો લઈને યુવતીના ઘરે પહોંચી ગયો. તેણે યુવતીના લગ્ન તેની સાથે નક્કી થયા હોવાનો દાવો કર્યો. બંને યુવકો યુવતી સાથે લગ્ન કરવા માટે લડતા હતા તેવામાં એક ત્રીજો યુવક પણ ત્યાં આવી જાય છે અને યુવતીના પ્રેમી હોવાની વાત કરે છે. એક જ યુવતી સાથે લગ્ન કરવા માટે ૩ યુવકો ઘરમાં આવી જતાં પરિવારના સદસ્યો અને યુવકો વચ્ચે ઝઘડો થવા લાગે છે.    

ઝઘડાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી પરંતુ આખી ચર્ચા સાંભળ્યા બાદ કોઈપણ કાર્યવાહી કર્યા વગર ત્યાંથી જતી રહી હતી. પોલીસના ગયા બાદ પંચાયતમાં યુવતી સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવતીએ એક યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને બાકીના બે યુવકો પર તેણે હેરાન કરવાનો આરોપ લગાવી દીધો.

યુવતીના કહ્યા મુજબ પંચાયતે એક વર્ષ પહેલા લગ્ન કરેલા યુવકને લગ્નમાં થયેલા ખર્ચાની રકમ આપીને રવાના કરી દીધો અને બીજા યુવકને જાત બહારનો હોવાથી લગ્ન માટે ના પડી દીધી. અત્યારે ત્રીજા યુવક સાથે યુવતીના લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(10:41 am IST)