Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પેટીએમ, ઝોમેટો, ડિઝની હોટસ્ટાર, સોની લિવ અને પ્લે સ્ટેશન નેટવર્ક જેવી કેટલીક ઇન્ટરનેટ સર્વિસ ડાઉન

ભારત સહિત સમગ્ર વિશ્વના યુઝર્સની સામે સમસ્યા : અકામાઇ વેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે થયું

નવી દિલ્હી :સાંજે પેટીએમ, ઝોમેટો, ડિઝની હોટસ્ટાર, સોની લિવ અને પ્લે સ્ટેશન નેટવર્ક જેવી કેટલીક ઇન્ટરનેટ આધારિત સર્વિસ ડાઉન થઇ ગઇ. આ સમસ્યા ભારત સહિત સમગ્ર વિશ્વના યુઝર્સની સામે ઉભી થઇ. આ પાછળનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકામાઇ વેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે થયું છે.

ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતા અકામાઇ ટેક્નોલોજીઓએ પુષ્ટિ કરી છે કે તેને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ કહ્યું કે અમે સક્રિયપણે આની તપાસ કરી રહ્યા છીએ. ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર ડાઉનડિટેક્ટર મુજબ, સમસ્યા ગુરુવારે રાત્રે લગભગ 8.55 વાગ્યે ઉભી થઈ, જે પાંચ મિનિટમાં જ મોટા પાયે પહોંચી ગઈ.

પેટીએમએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે અકામાઇમાં વૈશ્વિક આઉટેજનાં પગલે કેટલીક સર્વિસ પર અસર થશે. અમે આના નિરાકરણ માટે કામ કરી રહ્યા છીએ. ત્યાં જ, ઝોમેટોના સ્થાપક દીપિંદર ગોયલે, એક ટ્વીટમાં આ જ કારણો ને ટાંકતા કહ્યું કે અમારી એપ ડાઉન છે અને અમારી ટીમ સમયસર તમામ ઓર્ડર પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે.

(12:12 am IST)