Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજ કુન્દ્રાની વધી મુશ્કેલી : મુંબઈ પોલીસને 70 વિડિઓ મળ્યા

કુન્દ્રાની એપ માટે નાના પ્રોડક્શન હાઉસ પણ બનાવી રહ્યા હતા વીડિયો

મુંબઈ : બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ હવે મુંબઈના ઘણા મોટા અને નાના પોર્ન રેકેટનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસને આવા એક મોટા નેટવર્ક વિશે જાણ થઈ છે, જેમાં શહેરના ઘણા નાના પ્રોડક્શન હાઉસનો સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉસ કુંદ્રાની એપ હોટસ્પોટ માટે કામ કરતા હતા. આ એપ્લિકેશન હવે દૂર કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસના હાથમાં 70 વીડિયો લાગ્યા છે, જેને કુંદ્રાના પૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ ઉમેશ કામત દ્વારા જુદા જુદા પ્રોડક્શન હાઉસ દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા.

પોલીસ ટીમને આવા 90 વીડિયો પણ મળી આવ્યા છે, જે ફક્ત અને ફક્ત હોટ્સોટ્સ એપ્લિકેશન માટે બનાવવામાં આવ્યા હતા.

આ વીડિયોઝને બનાવવા વાળા નાના પ્રોડક્શન હાઉસ પણ તપાસ હેઠળ આવી ગયા છે. રાજ કુંદ્રા પર ભારતમાં માત્ર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ નથી, પણ તેમની ઉપર વેબ સિરીઝના લોભમાં પોર્ન વીડિયોમાં જોડાવાની લાલચ આપવાનો પણ આરોપ છે. જોકે, કુંદ્રાના વકીલનું કહેવું છે કે, એપની સામગ્રી અશ્લીલ હતી, પોર્ન નહીં. બોલીવુડના બીજા ઘણા લોકો પણ એવું જ કહે છે.

 

રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ તેની તપાસ દરમિયાન કોઈ વધુ ખુલાસા નથી થયા. અહેવાલો અનુસાર, મુંબઇ પોલીસે કુંદ્રાની બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ પણ અનેક જુદી જુદી બેંકો પાસેથી માંગી છે. પોલીસે કુંદ્રાના ઘરની પણ તપાસ કરી લીધી હતી, જેમાં તેમને સર્વર મળ્યું છે. આ સર્વરને પોલીસે ફોરેન્સિક તપાસ માટે પણ મોકલી દિધુ છે. જેથી ખબર પડી શકે કે જે સામગ્રી એપ્લિકેશન પર હતી તે અહીંથી અપલોડ કરાઈ છે કે કેમ

મુંબઈ પોલીસે આ કેસમાં ફેબ્રુઆરી મહિનામાં તપાસ શરૂ કરી હતી અને ઘણી તપાસ બાદ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કુંદ્રાની ધરપકડ ફેબ્રુઆરીમાં જ થવાની હતી, પરંતુ ત્યારબાદ તેણે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને લાંચ આપીને પોતાને બચાવી લીધો હતો. રાજ કુંદ્રા બે વર્ષથી આ ધંધો ચલાવતો હતો.

કુંદ્રાએ યુ.કે.ની એક કંપનીને પોતાની હોટસ્પોટ એપ વેચી દિધી હતી, કે જેથી ભારતમાં તપાસથી બચી શકાય . પોલીસે ખુલાસો કર્યો છે કે યુ.કે.ની એ ફર્મનો માલિક કુંદ્રાનો સાળો હતો. પોલીસે ખુલાસો પણ કર્યો છે કે કુંદ્રા હોટસ્પોટ એપને બંધ કરવાની અને નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.

(11:41 pm IST)