Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આફ્રિકન દેશ ગેબોનમાં આશ્ચર્યજનક કિસ્સો : લોઆંગો નેશનલ પાર્કમાં ગેંગવોર : ચિમ્પાન્ઝીએ ગોરીલાઓને મારીને ખાઈ રહ્યા છે

ચિમ્પાન્ઝીએ બે વાર ગોરિલ્લા પર હુમલો કર્યો. જે પૈકી એક લડત 124 મિનિટ સુધી ચાલી હતી. જેમાં બે ગોરિલ્લાના મૃત્યુ થયા

આફ્રિકન દેશ ગેબોનથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. લોઆંગો નેશનલ પાર્કમાં ચિમ્પાન્ઝીએ ગોરીલાઓને મારીને તેને ખાઈ રહ્યા છે. સંશોધનકારી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,જાનવરો વચ્ચે ગેંગવોર પહેલીવાર જોવા મળી રહ્યું છે

ઓસ્નાબ્રેક યુનિવર્સિટી અને મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ બે ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ બધું ખાવા પર ચાલી રહેલી લડતને કારણે થઈ રહ્યું છે. જે હવામાન પલટાને કારણે ઓછું થઇ ગયું છે.

સંશોધનકારોએ એક પ્રેસ રિલીઝ પણ કરી છે જેમાં જણાવ્યું હતું કે આ હુમલા પહેલા 2014 અને 2018 ની વચ્ચે આ ઓછું જોવા મળ્યું હતું, જ્યારે ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાઓ એક બીજા સાથે શાંતિપૂર્ણ રીતે જીવતા હતા.

પરંતુ 2019માં ચિમ્પાન્ઝીએ બે વાર ગોરિલ્લા પર હુમલો કર્યો. જે પૈકી એક લડત 124 મિનિટ સુધી ચાલી હતી. જેમાં બે ગોરિલ્લાના મૃત્યુ પછી સમાપ્ત થઈ હતી. બીજા બનાવમાં ગોરિલ્લાના બચ્ચાનું મોત નીપજ્યું હતું, જેને ચિમ્પાન્ઝી માદા ખાઈ ગયું હતું.

મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યુટ ફોર ઇવોલ્યુશનરી એન્થ્રોપોલોજીના પ્રાઈમેટોલોજિસ્ટ ટોબીઆસ ડેકનેરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “એવું બની શકે કે લોન્ગો નેશનલ પાર્કમાં રહેતા ચિમ્પાન્ઝી, ગોરિલ્લા અને હાથીઓ વચ્ચે ખોરાકની સ્પર્ધા વધી રહી છે.” આ સ્થિતિમાં, ચિમ્પાન્ઝી અને ગોરિલ્લા વચ્ચેની લડત પણ જોવા મળી રહી છે. ‘ખોરાક ઉપર ચાલી રહેલી લડત પાછળનું કારણ હવામાન પરિવર્તન ( પણ છે. ગેબોનના અન્ય ઉષ્ણકટિબંધીય જંગલોમાં પણ ફળોની ઉપલબ્ધતામાં ઘટાડો જોવા મળ્યો છે.

તેમના અહેવાલમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એક વખત ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાઓ વચ્ચેની લડત 52 મિનિટ સુધી ચાલી હતી. 27 ચિમ્પાન્ઝીઓએ પાંચ ગોરિલ્લા પર હુમલો કર્યો. ગોરિલ્લા ચીસો પાડી રહ્યા હતા હવે ચિમ્પાન્ઝી ગોરીલાઓ પર હુમલો કરી ખાઈ રહ્યા છે. બીજી ઘટના 11 ડિસેમ્બર, 2019 ના રોજ 72 મિનિટ સુધી ચાલી હતી.

આવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે પછી ખબર પડી કે આ બધું ખોરાકના અભાવે થઈ રહ્યું છે. હવામાન પલટાને કારણે આ સંકટ નોંધપાત્ર રીતે વધ્યું છે.

(12:00 am IST)