Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

લોકડાઉનની ભયાવહતા

આસામ : પૈસાની તંગીના કારણે પિતાએ ચાર મહિનાની પુત્રીને ૪૫,૦૦૦માં વેચી !

કલકત્તા તા. ૨૩ : આસામમાં એક હૃદય કંપાવનારો કેસ સામે આવ્યો છે જેમાં પૈસાની તંગીમાં એક વ્યકિતએ ૪ મહિનાની બાળકીને ૪૫ હજાર રૂપિયામાં વેચી દીધી. આ ઘટના કોકરાઝાર જિલ્લાની છે. ઘટનામાં એ વાત સામે આવી છે કે કોરોનામાં લોકડાઉનના કારણે એક પરિવાર એટલો ત્રસ્ત હતો કે તેને બાળકીને વેચી દીધી. બાળકીને વેચનારા કોઇ બીજુ નહિ પરંતુ તેમના પિતા છે.

ત્રણ બાળકોના આ પિતાની સામે ત્યારે મોટી મુશ્કેલી ઉભી થઇ જ્યારે કોરોનાના કારણે સંપૂર્ણ લોકડાઉન થઇ ગયું અને જે પણ કમાણીના સાધન હતા તે જતા રહ્યા. સંપૂર્ણ પરિવાર ભીષણ ગરીબીમાં સમાય ગયું. છેલ્લા ચાર મહિનાની બેરોજગારીને આ વ્યકિત તેમની બાળકી વેચવા પર મજબૂર કરી દીધી છે. આ વ્યકિત પ્રવાસી મજુર છે જે ગુજરાતમાં કામ કરતો હતો પરંતુ લોકડાઉનના બાદ આસામ આવવું પડયું જે કંઇ પૈસા બચ્યા હતા તેને ગુજરાતથી પાછા ફરવામાં ખર્ચ કરી દીધા.

(4:33 pm IST)