Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

દિલ્લી કટરા રૂટ પર થયું વંદે ભારતનું ટ્રાયલઃ યાત્રી ૮ કલાકમાં પહોંચી શકશે કટરા

         દિલ્લી - કટરા રૂટ પર દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે માતરમ એકસપ્રેસનું ટ્રાયલ કરવામાં આવ્યુ. અધિકારીઓના  અનુસાર રસ્તામાં ટ્રેન અંબાલા કેન્ટ, લૂધીયાણા અને જમ્મુતાવી સ્ટેશનો પર રોકાણી અને નિર્ધારીત સમયથી ૪ મિનીટ મોડી કટરા સ્ટેશને પહોંચી હતી.

         વૈષ્ણોદેવી મંદિરે જનારા યાત્રીઓ આ ટ્રેનથી ૮ કલાકમાં દિલ્લી થી કટરા પહોંચી શકશે.  જો બધુ બરાબર રહેશે તો આગલા અઠવાડીયાથી આ ટ્રેન શરુ થશે.

(12:22 am IST)