Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે લેવાયો નિર્ણંય ; હવે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ ;એક મહિનો લંબાવ્યો

ત્યાર પછી, આઇટીઆર ફાઇલ કરવા પર દંડ લાગુ પડી શકે

 

નવી દિલ્હી : ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (સીબીડીટી)તેની અવધીમાં વધારો કર્યો છે. જેમાં ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ 31 જુલાઇથી 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. જેમાં આઈટીઆર ફોર્મ ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 31 ઓગસ્ટ છે.

ત્યાર પછી, આઇટીઆર ફાઇલ કરવા પર દંડ લાગુ પડી શકે છે. એટલા માટે જલ્દીથી જલ્દી ITR ફોર્મ ફાઇલ કરવું આવશ્યક છે. જો કે, માટે ફોર્મ 16 અને પાન કાર્ડ જેવા કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે, જેને એકસાથે એકત્રિત કરીને સરળ બનાવી શકાય છે.

તે કંપનીઓ માટે, કંપનીના કાર્યકારી ભાગીદાર, વ્યક્તિગત અથવા અન્ય કંપનીઓ જેની એકાઉન્ટ્સ ઑડિટિંગ જરૂરી છે, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. તે સમયે, જે લોકોએ સેક્શન 92 હેઠળ રિપોર્ટ કરવાની હોય છે તેમની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કરદાતાઓએ સંબંધિત નાણાકીય વર્ષમાં અન્ય દેશો પાસેથી ટ્રાન્ઝેક્શન કર્યું હોય ત્યારે સેક્શન 92 ની હેઠળની રિપોર્ટ્સ સબમિટ કરવાની રહેશે.

 

(10:46 pm IST)