Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કર્ણાટકમાં વિશ્વાસમતમાં ગેરહાજર બસપા ધારાસભ્ય સામે આકરી કાર્યવાહી :પાર્ટીમાંથી સસપેન્ડ કરી દીધા

બસપાએ ગૃહમાં હાજર રહીને સરકારને સમર્થન આપવા આદેશ કર્યો હતો

 

કર્ણાટકમાં આજે થયેલા વિશ્વાસમત દરમિયાન કુમારસ્વામીની તરફેણમાં 99 વોટ અને તેમની વિરૂદ્ધમાં 105 મતો પડ્યા હતાં. કોંગ્રેસનાં બળવાખોર 12 ધારાસભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસ-જેડીએસની સરકારને તૂટવાની સ્થિતી આવી છે.

  બીજીતરફ ગઠબંધન સરકારને સમર્થન આપવા માટે બહુજન સમાજ પાર્ટીનાં ધારાસભ્ય એન.મહેશને વિધાનસભામાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. બસપા સુપ્રિમો માયાવતીએ પોતાની પાર્ટીનાં કર્ણાટકનાં માત્ર એક ધારાસભ્ય મહેશને આદેશ આપ્યો હતો કે, તેઓ વિશ્વાસમત પ્રસ્તાવમાં વિધાનસભામાં હાજર રહે અને ગઠબંધન સરકારનાં સમર્થનમાં વોટીંગ કરે.

    જો કે ધારાસભ્ય મહેશે માયાવતીનાં આદેશનો ઉલાળીયો કરીને પક્ષની નાફરમાની કરી હતી. તેમજ બસપાનાં વ્હીપનો પણ અનાદર કર્યો હતો. જો કે હવે બસપા સુપ્રિમોએ પર્ટીનાં આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ધારાસભ્ય મહેશને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

  બસપા સુપ્રિમોનું કહેવું છે કે, ધારાસભ્ય મહેશ વિશ્વાસમત દરમિયાન વિધાનસભામાં ગેરહાજર રહ્યા હતાં. તેમજ પાર્ટીનાં આદેશનો ઉલાળીયો કર્યો તેની બસપાએ ગંભીર નોંધી લીધી છે. તેથી તેમને શિસ્તભંગનાં પગલા અનુસાર પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવે છે.

(10:15 pm IST)