Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

હું એક્સિડેન્ટલ સીએમ બન્યો, નસીબથી રાજનીતિમાં આવ્યો

કુમારસ્વામીએ વિશ્વાસમત વેળા ભાવુક નિવેદન કર્યું : વિશ્વાસ પ્રસ્તાવ કાર્યવાહી લાંબી ખેંચાઈ જવા બદલ પણ લોકોની માફી માંગી : બે વાર મુખ્યમંત્રી બન્યા પણ ફ્લોપ

બેંગ્લોર, તા. ૨૩ : કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી રાજકીય ખેંચતાણનો અંત આવ્યા બાદ આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું અને કુમારસ્વામીની સરકાર ગબડી ગઈ હતી. આ પહેલા કુમારસ્વામીએ વિધાનસભામાં ભાવુક નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, તેઓ વિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે. ખુશી સાથે મુખ્યમંત્રી પદ છોડી દેશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ રાજનીતિમાં આવવા માટે ઇચ્છુક ન હતા પરંતુ તેઓ નસીબથી તેઓ આવ્યા હતા. એક્સિડેન્ટલ મુખ્યમંત્રી હોવાની વાત કુમારસ્વામીએ કરી હતી. પ્રજા પાસે માફી પણ માંગી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ ખુબ જ ભાવનાશીલ અને ભાવુક વ્યક્તિ છે જ્યારે તેઓએ પોતાની સામે રિપોર્ટ જોયા ત્યારે લાગ્યું હતું કે તેમને આ પદ ઉપર રહેવું જોઇએ નહીં જેથી રાજીનામુ આપવા માટે ઇચ્છુક છે. વિશ્વાસમતની કાર્યવાહી લાંબા સમય સુધી ખેંચાઈ જવા બદલ પણ કુમારસ્વામીએ માફી માંગી હતી અને કહ્યું હતું કે, કાર્યવાહીને લાંબા સમય સુધી ખેંચવાની તેમની કોઇ યોજના ન હતી. આના માટે વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યની પ્રજાની માફી માંગે છે. જેડીએસ નેતા પ્રસાદ ગૌડાએ કહ્યું હતું કે, કુમારસ્વામી રાજીનામુ આપી રહ્યા છે.

કુમારસ્વામીએ તાજવેસ્ટ એન્ડ હોટલના રુમમાં રહેવાને લઇને પણ ખુલાસો કર્યો હતો. ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયાએઆક્ષેપ કરતા કહ્યું હતુંકે, હોલસેલ ટ્રેડિંગની પ્રક્રિયા સમસ્યા છે. બીજી બાજુ કુમારસ્વામી માટે હંમેશા મુખ્યમંત્રીપદને લઇને નસીબની તકલીફ રહી છે. બે વખત મુખ્યમંત્રી બન્યા હોવા છતાં ક્યારે પણ અવધિ પુરી કરી શક્યા નથી. આ પહેલા તેઓ ૨૧ મહિના સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. આ વખતે ૧૪ મહિના સુધી તેમની સરકાર ચાલી શકી છે.

(9:47 pm IST)