Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ અર્વાઈન સ્થિત શ્રીનાથજી હવેલીનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો : શ્રીવલ્લ્ભકુળના શ્રી પ.ભ.ગોસ્વામી તિલકબાવા ( અમદાવાદ ) અને શ્રી પ.ભ.ગોસ્વામી દ્વારકેશબાવા ( અમરેલી ) એ હાજરી આપી : શોભાયાત્રા ,હવેલી સંગીત ,બ્રહ્મસબંધ ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનોથી વૈષ્નવો ભાવવિભોર

 કેલિફોર્નિયા : અમેરિકામાં  કેલિફોર્નિયાના અર્વાઈન સ્થિત શ્રીનાથજી હવેલી નો પ્રથમ પાટોત્સવ ખૂબજ ધાર્મિક વાતાવરણમાં આનંદ ઉલ્લાસ પૂર્વક યોજાયો હતો... આ માટે શ્રીમતિ હંસાબેન અને શ્રીમાન્ નરેદ્ર પટેલ ની રાહબરી નીચે સમગ્ર ટીમની અથાગ મહેનત થકી બે દિવસના કાર્યક્રમ નું આયોજન દાદ માગી લે તેવું હતું, આ પ્રસંગે શોભામાં અભિવુધ્ધિ કરવા પ્રુષ્ટી સંપ્રદાય- શ્રીવલ્લ્ભકુળના બે મહાન રત્નો શ્રી પ.ભ.ગોસ્વામી તિલકબાવા ( અમદાવાદ ) અને શ્રી પ.ભ.ગોસ્વામી દ્વારકેશબાવા ( અમરેલી ) ની હાજરી એ સમગ્ર પ્રસંગને પાવન બનાવ્યો...

  આ કાર્યક્રમના પ્રથમ દિવસે શ્રીમતિ હંસાબેને સૌ વૈષ્ણવોને આવકારી શ્રીજી સેવામાં સહભાગી થવા વિનંતી કરી.. બન્ને ધર્માચાર્યોને ચંદન,તિલક તથા પુષ્પમાળા અર્પણ કરી સ્વાગત્ત કર્યું... હાજર સર્વને  ''પ્રથમ પાટોત્સવની વધાઈ પાઠવી.. બન્ને ધર્માચાર્યો દ્વારા વૈષ્ણવ પરીવારના અનુયાઈઓ ને બ્રહ્મ -સબંધ અપાવ્યા

આ પ્રસંગે વૈષ્ણવો ભાવ-વિભોર  બન્યા... હાજર વૈષ્ણવ સૌ એ  કળશ-ડંકા નિશાન સાથે શોભા યાત્રામાં ભાગ લીધો.... સાથે બન્ને આચાર્યો પણ શોભા યાત્રામાં જોડાયા... આ પ્રસંગે ખાસ આ મંદિરના મુખ્યાજી શ્રી પંકજભાઈ વ્યાસ ના ધર્મ પત્નિ શ્રીમતિ નેહાબેન વ્યાસ ના મધુર કંઠે ગવાયેલ હવેલી સંગીતના વિવિધ પદો ની સીડી- સેટ નું વિમોચન હાજર બન્ને ધર્માચાર્યો ના કરકમળ થી કરવામાં આવ્યું ... જે હાજર સૌએ તાળીયોના ગડગડાટ થી વધાવ્યું.

  ત્યાર બાદ બન્ને આચાર્ય દ્વારા વચનામ્રુતનું રસપાન કરાવવામાં આવ્યું.... કાર્યક્રમના બીજા દિવસે સવારમાં પલના દર્શન,નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી... સાંજના મહાપ્રસાદ બાદ જુદા જુદા ગ્રુપ મારફતે સાંસ્ક્રુતિક કાર્યક્રમો જેવા કે ડાન્સ,દાંડીયા-રાશગરબા વગેરે બાદ જયશ્રીબેન ગોહિલના ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં લગભગ ૪૫૦ જેટલા ભાવિકોએ લાભ લીધો હતો તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ તથા ફોટા શ્રી કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)