Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જમ્મુ કાશ્મીરની ૨૪ બેઠકો ખાલી થઇ ગઇ

પોકમાં આવતી હોવાથી સીટો ખાલી

નવીદિલ્હી, તા. ૨૩ : જમ્મુ કાશ્મીરની ૨૪ સીટો ખાલી થઇ ગઇ છે. કારણ કે, આ સીટો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પડે છે. ગૃહના કુલ સંખ્યાબળને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આ સીટોને ગણવામાં આવશે નહીં. ગૃહરાજ્યમંત્રી જી કિસન રેડ્ડીએ આજે આ મુજબની માહિતી આપી હતી. જમ્મુ કાશ્મીરના બંધારણની કલમ ૪૭ મુજબ વિધાનસભા રાજ્યમાં ક્ષેત્રિય મતવિસ્તારોથી સીધી ચૂંટણી દ્વારા ૧૧૧ સભ્યોની પસંદગી કરવામાં આવે છે. પ્રધાને કહ્યું હતું કે, બંધારણની કલમ ૧૭૦ રાજ્ય વિધાનસભાના મતવિસ્તારના સીમાંકનને મંજુરી આપે છે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કુલ સંખ્યાબળ ૮૭ રહેલું છે. કિસન રેડ્ડીના નિવેદનને ખુબ મહત્વપર્ણ ગણવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં સીમાંકનને લઇને ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં લોકશાહીરીતે ચૂંટાયેલી સરકાર પુનઃ સ્થાપિત કરવાની દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ પાસાઓ ઉપર વિચારણા ચાલી રહી છે.

(7:54 pm IST)