Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

" હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ " : અમેરિકાના ડલાસમાં DFW ગુજરાતી સમાજ તથા શાંતિ કલ્ચરના ઉપક્રમે ઝવેરચંદ મેઘાણી ઉત્સવ ઉજવાયો : ભારતથી પધારેલા ઝવેરચંદ મેઘાણીના પૌત્રી શ્રીમતી મંજરી મેઘાણીએ હાજરી આપી

 ડલાસ :  DWF ગુજરાતી સમાજના અને શાંતિ કલ્ચરના ઉપક્રમે ઝવેરચંદ મેઘાણી ઉત્સવ  માટે ૧૩મી જુલાઈ ના રોજ શ્રીરાધાક્રિષ્ણ ધામ મંદિર અર્વાઈન ખાતે ખાસ ભારતથી પધારેલ શ્રીમતિ મંજરી મેઘાણી ( પ્રસિધ્ધ KAVI અને ઝવેરચંદ મેઘાણી ના પૌત્રી ) શ્રી નિતીન દેવક અને રમેશ બાપોદરાએ સ્વ.ઝવેરચંદ મેઘાણી ની રચનાઓ રજુ કરી હતી.... સૌ પ્રેક્ષકોને નાચતા ઝઝુમતા કરી દીધા હતા...પ્રથમ મહાત્મા ગાધીજી ને યાદ કરીને તેમની સ્મુતિમાં ગીતો ગાયેલ ત્યાર બાદ ઝવેરચંદ મેઘાણીજી ના ગીતો જેવાકે ' મારુ મન મોર બની થનગણાટ કરે.... ' ' શિવાજીને નીદુર ન આવે ... ' ' રક્ત ટપકતી સો સો ઝોળી....' ' હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...  છેલ્લો કટોરો ઝેરનો...હજારો વર્ષની જુની અમારી વેદનાઓ તકદીરને ગોફનારી.. અને છેલ્લે ચારણ કન્યા ના ગીત... નિતિનભાઈ દેવકાએ તેમના પહાડી  અવાજમાં અને રમેશ બાપોદરા એ પોતની કલા દ્વારા તબલામાં સાથ આપેલ...  શ્રીમતિ મંજરી દેસાઈએ સ્વ.ઝવેરચંદ મેઘાણીજી ની જીવન શૈલી રજુ કરેલ, આ પ્રસંગને સફળ બનાવવા DWF ગુજરાતી સમાજના પ્રમુખશ્રી સોનક દેસાઈ,કિરણ પારેખ, શાંત કલ્ચરના દિનેશ માળી, મહેશ શાહ દલાસના સુર-સંગીતના સમ્રાટ સુધીર દવે અને તેમના ધર્મ પત્નિ વગેરે એ ખૂબજ મહેનત કરી હતી... રાગીણીબેન શાહે સૌ માટે બટાકાવડા અને ચા બનાવી લાવ્યા હતા. તેવું શ્રી  સુભાષ શાહ, દલાસની યાદી જણાવે છે.

 

(6:59 pm IST)