Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મુખ્ય નગરપાલિકા અધિકારીની પરિક્ષામાં પતિ પ્રથમ નંબરે તો પત્ની બીજા નંબરે પાસ

નવી દિલ્હીઃ આજકાલ સરકારી નોકરી કરવી દરેકનું સપનું હોય છે. તેમાં પણ જો નોકરી રાજય સેવા આયોગની હોય તો અનેક લોકો આવી નોકરી મેળવવા માટે દિવસ-રાત મહેનત કરે છે અને તેના કારણે જ હવે સ્પર્ધાત્મકતા વધી ગઈ છે. જોકે આવી પરીક્ષા માટે સાચી મહેનત કરવામાં આવે અને સાચી સંગત હોય તો જરુર પાસ કરી શકાય છે. તેનું ઉદાહરણ છે આ છત્ત્િ।સગઢનું દંપતી.

છત્તિસગઢ લોક સેવા આયોગ દ્વારા આયોજીત ૩૬ મુખ્ય નગર પાલિકા અધિકારીની ભરતી પરીક્ષામાં રાયપુરના પતિ-પત્ની અનુભવ સિંહ અને વિભા સિંહ ટોપર રહ્યા હતા. લેખિત પરીક્ષામાં અનુભવને ૨૭૮ અને વિભાને ૨૬૮ નંબર મળ્યા હતા. તો ઇન્ટર્વ્યુમાં ક્રમશઃ ૨૦ અને ૧૫ ગુણ મળ્યા હતા. કોમ્પ્યુટર સાયન્સમાં ગ્ચ્ કરનાર અનુભવ ૨૦૦૮થી અત્યાર સુધી લગભગ ૨૦ જેટલી જુદી જુદી પરીક્ષા આપી ચૂકયા છે. ચાર સરકારી નોકરીમાં સિલેકટ પણ થયા પરંતુ તેને છોડી દીધી હતી. તો તેમની પત્નીવિભા પણ જિલ્લા પંચાયતમાં એડીઈઓના પદ પર છે. પત્ની પણ ૨૦૦૮થી જ રાજય લોકસેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતી હતી.

પોતાની સફળતા અંગે વાત કરતા અનુભવે કહ્યું કે, હું નોકરી અને અભ્યાસ બંને સાથે નહોતો કરી શકોત માટે મારી પત્ની જોબ ચાલુ રાખી અને મે છોડી દીધી હતી. અનેક લોકો અમને કહેતા હતા કે પત્ની કામ કરે છે અને આ જુઓ ઘરે બેસીને ભણે છે. પરંતુ અમે તેવા લોકો તરફ ધ્યાન આપ્યું નહોતું. એક વર્ષ સુધી તો અમે કોચિંગમાં પણ ગયા પરંતુ પછી લાગ્યું કે સમય વેડફાય છે. તેના કરતા અમે સ્ટ્રેટેજી બદલી અને હિંદી ગ્રંથ અકાદમીની પુસ્તકો વાંચવાનું શરું કર્યું. તેમાંથી નોટ્સ પણ પોતાની જાતે જ તૈયાર કર્યા. વિભા ઓફિસ જતી અને હું નોટ્સ બનાવતો પછી તેના આવ્યા બાદ અમે સાથે બેસીને ભણતા. હું રોજ સવારે ૭ વાગ્યે ઉઠતો તે સવારે ૫ વાગ્યે ઉઠી જતી.

(4:01 pm IST)