Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મેનકા ગાંધી માટે જેલમાં નહેરૂએ વણી હતી સાડી

પ્રિયંકા સહિત અનેક રાષ્ટ્રીય સેલેબ્રિટીજ પછી મેનકા ગાંધીની સાડીવાળી તસ્વીર વાયરલ

સોશિયલ મીડિયામાં છેલ્લાં કેટલાંક દિવસથી #sareetwitter ખૂબ ટ્રેન્ડ થયો. આ હેશટેગની સાથે મહિલાઓ ટ્વિટર પર સાડીમાં પોતાની તસવીરો પોસ્ટ કરી રહી હતી. કહેવાય છે કે આ ટ્રેન્ડને ફોલો કરતાં ભાજપના લોકસભા સાંસદ મેનકા ગાંધીએ પણ સાડીમાં પોતાની તસવીર શેર કરી હતી. જો કે બાદમાં ખબર નહીં પરંતુ શું કામ મેનકા ગાંધીએ પોતાની ટ્વીટને ડિલીટ કરી દીધી.

વાત એમ છે કે સોમવારના રોજ મેનકા ગાંધીએ પોતાના દીકરા વરૂણ ગાંધીના લગ્નની એક તસવીર શેર કરી હતી.

મેનકા ગાંધીએ જે તસવીર શેર કરી હતી તેમાં તેમણે ગુલાબી રંગની સાડી પહેરી હતી. ફોટો શેર કરતાં ભાજપ સાંસદે સાડી અંગે પણ કહ્યું. મેનકા એ લખ્યું હતું કે મેં જે સાડી પહેરી છે તેને પંડિત જવાહર લાલ નહેરૂ એ વણી હતી જયારે તેઓ જેલમાં હતા. હવે આ ૭૦ વર્ષ જૂની છે. મેં આ સાડી બનારસમાં મારા દીકરાના લગ્નમાં પહેરી હતી. મારી વહુ યામિનીએ જે એન્ટિક સાડી પહેરી છે, તે મારા સાસુ (ઇન્દિરા ગાંધી) દ્વારા મને લગ્નના દિવસે આપવામાં આવી હતી.

જો કે મેનકા ગાંધીએ હવે આ ટ્વીટ ડિલીટ કરી દીધી છે. તેમના ટ્વિટર હેન્ડલ પર આ ટ્વીટ દેખાતી નથી. આ અંગે કંઇ ખબર પડી શકી નથી કે આખરે મેનકા  આપને જણાવી દઇએ કે આની પહેલાં પ્રિયંકા ગાંધી પણ #sareetwitterનાઅંતર્ગત સાડીમાં પોતાનો ફોટો શેર કરી ચૂકી છે. પ્રિયંકા ગાંધીએ પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે આ સાડી મેં મારા લગ્નના દિવસે સવારે પૂજા દરમ્યાન પહેરી હતી.

(3:56 pm IST)