Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૪૨૦૦૦ નિવેશકોને રાહત

સુપ્રિમ કોર્ટનો ફેંસલોઃ આમ્રપાલીનું રેરા રજીસ્ટ્રેશન રદઃ NBCC બનાવશે અધુરા ફલેટ

નવી દિલ્હી, તા.૨૩: આમ્રપાલી કેસમાં ખરીદારોના હિતમાં ચૂકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે સખત આદેશ આપ્યા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી અને કેંદ્વ સરકારને આદેશ આપ્યો છે કે દેશભરમાં જે બિલ્ડર્સ ખરીદારોને ફ્લેટ આપ્યા નથી. તેમના વિરૂદ્ઘ કાર્યવાહી કરે અને ખરીદારોના હિત સુરક્ષિત કરે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે આમ્રપાલીના હાઉસિંગ પ્રોજેકટ પર ફકત ફ્લેટ ખરીદનારાઓનો જ હક છે, બીજા કોઇનો નહી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોઇડા-ગ્રેટર ઓથોરિટી અને બેંક પોતાના વેચાણની વસૂલી આમ્રપાલી ગ્રુપની બાકી સંપત્ત્િ।ઓની હરાજી કરીને કરે. કોર્ટે આ દરમિયાન ઓથોરિટી અને બેંકોની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે સવારે આમ્રપાલી ગ્રુપનાલગભગ ૪૫૦૦૦ ખરીદારોને રાહત આપતાં એનબીસીસીને અધૂરા પ્રોજેકટ પુરા કરવા માટે કહ્યું. આ દરમિયાન કોર્ટે આમ્રપાલીને રેરા (RERA) હેઠળ કરવામાં આવેલું રજિસ્ટ્રેશન પણ રદ કરવા માટે કહ્યું.

સુપ્રીમ કોર્ટે આ મામલે સખત ટિપ્પણી કરતાં કહ્યું કે આમ્રપાલી ગ્રુપે મની લોન્ડ્રીંગ કર્યું છે. આ મામલે ઇડીને તપાસના આદેશ આપ્યા. કોર્ટે ફ્લેટ ખરીદારોને આદેશ આપ્યો કે બચેલા પૈસાને ત્રણ મહીનામાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવી દે. આમ્રપાલીના ડાયરેકટર્સને ખરીદારોની પૈસાને બીજે કયાંક ડાયવર્ટ કર્યા. ફ્લેટની બોગસ એલોટમેંટ કરવામાં આવી અને મોટી છેતરપિંડી કરી છે. ઓથોરિટી આમ્રપાલી પર કાર્યવાહી કરે.

સુપ્રીમ કોર્ટે નોઇડા અને ગ્રેટર નોઇડા ઓથોઋટીને આદેશ આપ્યો કે આમ્રપાલીની લીઝ કરવામાં આવે. કોર્ટે આર વેંકટ રમાનીને રિસીવર નિમણૂંક કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ વચ્ચે આમ્રપાલીનું એકાઉન્ટ મેન્ટેન ન હતું. આ દરમિયાન પૈસા આમથી તેમ કર્યા છે. હવે કેસની સુનાવણી ૯ ઓગસ્ટે કરી. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના મામલે ૧૦મી ના રોજ પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે.

(3:55 pm IST)