Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

તમામ ક્રિપ્ટોકરન્સી ઉપર મોદી સરકારે પ્રતિબંધ લાદી દીધો છે

નવી દિલ્હી : ભારતમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ક્રિપ્ટો કરન્સી પર તેના મૂલ્યની અનિશ્યિતતાના કારણે કેન્દ્રીય પ્રધાનોની એક સમિતિએ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી દીધી છે. બે દિવસ પહેલા જ સરકારે જણાવ્યું હતુ કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ નથી. સરકારે આ વાત તેલંગાણાના નિઝામાબાદના સાંસદ દ્વારા રાજયસભામાં લેખિત રીતે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ અંગે પૂછાયેલા સવાલના પ્રત્યુતરમાં જણાવી હતી.

કેન્દ્રીય પ્રધાનોની સમિતિએ ક્રિપ્ટો કરન્સીની લેવડ દેવડથી સંબંધિત કોઇ પણ ગતિવિધિમાં સામેલ થવા પર દંડની વ્યવસ્થાને પણ મંજૂરી આપી છે.

ગત મહિને રિપોર્ટ આવ્યો હતો કે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ અને સત્ત્।ાવાર ડિજીટલ મુદ્રા બિલ-૨૦૧૯ના ડ્રાફ્ટના પ્રસ્તાવ મુજબ દેશમાં ક્રિપ્ટો કરન્સીના ખરીદ વેચાણ કરનારાઓને ૧૦ વર્ષની જેલની સજા મળશે.

(1:12 pm IST)