Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિપક્ષે પીએમના નિવેદનની માંગણી કરીઃ વોકઆઉટ

ટ્રમ્પના જુઠાણાના સંસદમાં પડઘાઃ ભારે હોબાળો

વિદેશમંત્રી જય શંકરની સ્પષ્ટતા છતા ભારે શોરબકોર

નવી દિલ્હી, તા.૨૩: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર પર મધ્યસ્થતાને લઇ આવેલા નિવેદન પર વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ્યેરવામાં લાગી ગયું છે. વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્પષ્ટીકરણની માંગણી કરી રહ્યા છે. આ સિલસિલામાં સાંસદના બંને ગૃહમાં વડાપ્રધાનના નિવેદનની માંગ ઉઠાવામાં આવી છે.

કાશ્મીર મધ્યસ્થતા સંબંધિત ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર સંસદના બંને ગૃહમાં જોરદાર હોબાળો થયો. રાજયસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે નિવેદન રજૂ કરીને અમેરિકન રાષ્ટ્રપતિના દાવાને નકારી દીધો. વિદેશી મંત્રી એ કહ્યું કે શિમલા કરાર અને લાહોર સંધિના આધાર પર જ આગળ વધીશું. કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે અને બંને દેશ જ મળીને તેને ઉકેલશે.

વિપક્ષી સાંસદોના હોબાળાની વચ્ચે વિદેશ મંત્રીએ ધૈર્યપૂર્વક પોતાનું નિવેદન વાંચ્યું. સંક્ષિપ્ત નિવેદનમાં વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાર્તા દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાનો દાવો કર્યો. હું ગૃહને સ્પષ્ટપણે વિશ્વાસ અપાવા માંગું છું કે ભારતીય વડાપ્રધાનની તરફથી કાશ્મીર મધ્યસ્થતાની કોઇ અપીલ કરાઇ નથી. હું ફરીથી એ વાતને દોહરાવા માંગીશ કે પીએમ મોદીએ કયારેય આવી કોઇ વાત કરી જ નથી.

કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દા અંગે જણાવતા ભારત સરકારના સ્ટેન્ડને વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું. એસ.જયશંકરે કહ્યું કે આપણે આપણા અગાઉના સ્ટેન્ડ પર કાયમ છે. કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય મુદ્દો છે અને તેની સાથે જોડાયેલ તમામ સમસ્યાઓનું સમાધાન ભારત-પાકિસ્તાન મળીને જ કરશે. અમે શિમલા, લાહોર કરારના આધાર પર જ આગળ વધવા માટે પ્રતિબદ્ઘ છીએ. કાશ્મીર મુદ્દાનો હલ દ્વિપક્ષીય થઇ શકે છે અને અમે શાંતિપૂર્ણ રીતે તેનું સમાધાન નીકાળીશું.

વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે આતંકવાદ ખત્મ થયા બાદ જ બંને દેશોની વચ્ચે વાર્તા થઇ શકે છે. તેમણે કહ્યું કે હું ભારપૂર્વક કહેવા માંગીશ કે સરહદ પારથી થતા આતંકવાદને ખત્મ કર્યા વગર પાકિસ્તાનની સાથે શાંતિ વાર્તા શકય જ નથી. જયશંકર જયારે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તે સમયે ભાજપ સભ્યોએ મેજ થપથપાવી, પરંતુ વિપક્ષી સાંસદ હોબાળો કરતાં રહ્યા. વિપક્ષી સાંસદોના હોબાળા પર સભાપતિ વેંકૈયા નાયડુ નારાજ પણ થયા અને ગૃહને સ્થગિત કરી દીધી.

કાશ્મીરી મુદ્દે પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને લઈને સંસદમા વિપક્ષના સાંસદોએ હંગામો કર્યો છે. જે મુદ્દે કોંગ્રેસે પીએમ મોદી પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. જો કે રાજયસભામા આ મુદ્દે વિપક્ષના હંગામા બાદ સદનને ૨ વાગે સુધી સ્થગિત કરી દેવામા આવ્યું હતું.

કોંગ્રેસના સીનીયર નેતા ગુલાબનબી આઝાદે આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોઈપણ સરકાર સત્ત્।ામા રહી હોય તમામની વિદેશનીતિ એ રહી છે કે કાશ્મીર દ્રીપક્ષીય મુદ્દો છે અને કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી. આઝાદે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ મુદ્દો જાણે છે. મને નથી લાગતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકિસ્તાનના પીએમને જણાવશે કે ભારતના પીએમે અમેરિકાને મધ્યસ્થા કરવા જણાવ્યું છે.

પાકિસ્તાનના એમ ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું જો ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો તે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે તૈયાર છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પીએમ મોદીએ આ મુદ્દે તેમની પાસે મદદ માંગી હતી.

સાથો સાથ કોંગ્રેસે લોકસભામાં કામ રોકો પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો. પાર્ટીએ કહ્યું કે આ ગંભીર મુદ્દા પર પીએમનો જવાબ જોઇએ છે. બીજીબાજુ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ ભારતીય મીડિયામાં ટ્રમ્પનું નિવેદન આવતા જ ટ્વીટ કરીને પીએમ પર પ્રહારો કર્યા. જો કે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે મોદીનો બચાવ કરતાં કહ્યું કે ટ્રમ્પને કઠદ્યરામાં ઉભા કરી દીધા છે.

જો કે કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા શશિ થરૂરે આ મુદ્દા પર ટ્રમ્પને જ ખરું-ખોટું સંભળાવ્યું અને પીએમ મોદી પર વિશ્વાસ મૂકયો. તેમણે ટ્વીટ કરી કે મને પૂરી ઇમાનદારીથી લાગે છે કે ટ્રમ્પને એ બિલકુલ ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે. તેઓ કાં તો આ અંગે સમજી શકયા નથી કે મોદીએ તેમને શું કહ્યું અથવા તો ત્રીજા પક્ષની મધ્યસ્થતાને લઇ ભારતનો શો વિચાર છે. તેમણે વિદેશ મંત્રાલયથી સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગણી કરી.

બીજીબાજુ પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે પણ ટ્રમ્પના નિવેદન પર આશ્યર્ય પ્રકટ કર્યું. તેમણે કહ્યું કે આ ખૂબ જ આશ્યર્યજનક છે. અમે નથી માનતા કે હાલના પીએમ કે ભારતના કોઇપણ પીએમ એ દુનિયાના કોઇપણ નેતા સાથે મધ્યસ્થતાની વાત કહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારને દ્યેરી. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, ટ્રમ્પ સાચા હોય તો પીએમ મોદીએ દેશનુ અપમાન કર્યુ છે. જેથી આ મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન કાફી નથી. પીએમ મોદીએ સંસદમાં આવીને ટ્રમ્પના નિવેદન અંગે જવાબ આપવો જોઈએ.

પીએમ મોદી ભારતના હિત અને ૧૯૭૨માં કરવામાં આવેલા શિમલા કરાર સાથે દગો કર્યો છે. પીએમ મોદીએ દેશની જનતાને જણાવવુ જોઈએ કે, ટ્રમ્પ સાથે શું વાત કરવામાં આવી. ટ્રમ્પે કાશ્મીરની મધ્યસ્થા અંગે આપેલા નિવેદન બાદ દેશમાં રાજનીતિ ગરમાઈ છે.

(3:13 pm IST)