Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પાકિસ્તાનના શોશ્યલ મીડિયામાં છવાયા મોદી અને કાશ્મીર

પાકિસ્તાની ટ્વીટર ટોપ ટ્રેન્ડમાં ઇમરાન અને ટ્રમ્પ ની મુલાકાત સાથે કાશ્મીર અને મોદી પણ છવાઈ ગયા

નવી દિલ્હી :અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાતથી ભારતના વડાપ્રધાન મોદી અને કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં છવાયો છે.

પાકિસ્તાન ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડમાં ઇમરાન ખાન અને ટ્રમ્પની મુલાકાત સિવાય કાશ્મીર અને મોદી પણ સામેલ છે.

ટ્રમ્પ સાથેની મુલાકાતમાં અમેરિકા માટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે વિદેશી સહાય તથા કાશ્મીર મુદ્દો રહ્યા.

ટ્રમ્પે કાશ્મીરમાં મધ્યસ્થી અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હોવાની જે વાત કરી તેનું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સ્વાગત કર્યું હતું.

ઇમરાન ખાને કહ્યું, "અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે."

"કાશ્મીરની સ્થિતિને કારણે એક અબજ લોકો પરેશાન છે. મને વિશ્વાસ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ દેશોને નજીક લાવી શકે છે."

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે સંવાદ કરવાની કોશિશ કરી છે, પણ એ દિશામાં પ્રગતિ સધાઈ નથી.

એમણે આશા વ્યક્ત કરી કે ટ્રમ્પ આ મામલે ભૂમિકા ભજવશે.

(12:45 pm IST)