Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

નોકરીનું સંકટ ઘેરૂ બનશે : ૪ વર્ષમાં ૩૭ ટકા ઘટશે રોજગાર : ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી : મોદી સરકાર આર્થિક મોરચે ઘેરાઇ ગઇ છે : હવે છેલ્લા રીપોર્ટ મુજબ સરકારની મુશ્કેલી હવે વધવાની છે : નોકરીનું સંકટ ઘેરૂ બનશે : દેશમાં નવી નોકરીની તકો ઘટશે તેનું કારણ ઓટોમેશન છે : ઇ કોમર્સ, બેન્કીંગ, ફાયસર્વિસ, વીમા, બીપીઓ આઇટી સેકટરની નોકરીઓમાં ર૦૧૯-ર૩ વચ્ચે ૩૭ ટકાનો ઘટાડો થશે : આ ઉપરાંત કૃષિ, માર્કેટીંગ, ટેલી, મીડીયા-મનોરંજન, ફાર્મા ક્ષેત્રમાં પણ નોકરીઓનો દર ઘટે તેવા એંધાણ છે : નોકરીનું સંકટ વધશે : કૃષિ અને એગ્રો કેમીકલ સેકટર ઉપર ખરાબ અસર થશેઃ આ ક્ષેત્રે ૭૦ ટકા નોકરીઓ ઘટશે : કન્સ્ટ્રકશન અને રિયલ એસ્ટેટમાં ૪૪ ટકા  નોકરી વધશે : ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ નવી નોકરીની તકો ઉભી થશે

(11:58 am IST)