Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

આને કહેવાય માતૃપ્રેમઃ બે શ્રવણ કુમારોએ માતાને કાવડ યાત્રા કરાવી

જોતાની સાથે જ આ લોકોના ફેન થઈ ગયા ને? કહેવાની જરૃર નથી કે, એક દીકરો પોતાની માતા કાવડ યાત્રા પર લઈ જઈ રહ્યો છે. આ ફોટો ઉત્ત્।રાખંડ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ તસવીરને કદાચ તમે જિંદગીભર નહીં ભૂલી શકો. આ તસવીરમાં દીકરાનો માતા પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. જોકે એ ખબર નથી કે, આ તસવીર કયાની છે? કોની છે? પણ તસવીરની સુંદરતા જ બધા સવાલોના જવાબ આપી જાય છે. ઉત્તરાખંડ પોલીસ પણ એક વિડીયો રજૂ કરીને આ કાવડિયાઓને અપીલ કરી છે અને પોતાના વિસ્તારમાં તેમનું સ્વાગત કર્યું છે.

(10:13 am IST)