Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અખિલેશ સહીત બે ડઝનથી વધુ વીઆઈપીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા

ગૃહ મંત્રાલય દ્વારા વીઆઈપીની સુરક્ષા અંગે કરાયેલ સમીક્ષા બાદ કેટલાક મહત્વના નિર્ણય

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સુરક્ષામાં ઘટાડો કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. અખિલેશ યાદવને અત્યારે બ્લેક કેટ સુરક્ષા પુરી પાડવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં અખિલેશની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવી શકે છે. અખિલેશ યાદવને આ પ્રકારની સુરક્ષા 2012માં આપવામાં આવી હતી.

   તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા વીઆઈપીની સુરક્ષા અંગે કરવામાં આવેલી સમીક્ષા બાદ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે અખિલેશને હવે એનએસજીના બદલે અન્ય કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવશે. અત્યારે આધુનિક હથિયાર સાથે 22 એનએસજી કમાન્ડો અખિલેશ યાદવ સાથે રહે છે. અખિલેશ સિવાય બે ડઝનથી વધારે વીઆઈપીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે.

(10:15 am IST)