Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ધડાકો : ઇમરાનખાન સાથેની મુલાકાતમાં કહ્યું કે પીએમ મોદીએ કાશ્મીર મામલે માંગી છે મદદ :અમે મધ્યસ્થી બનવા તૈયાર

ટ્રમ્પ સામે ઇમરાને કાશ્મીરનો મુદ્દો રાખ્યો : ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કરી

 

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને  વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે ઇમરાન ખાનની પ્રથમ મુલાકાત છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કરી હતી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ટ્રમ્પ સામે કાશ્મીરનો મુદ્દો રાખ્યો હતો. ટ્રમ્પે મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી આટલું નહીં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ પણ મને કહ્યું હતું કે તે કાશ્મીર વિવાદ ઉકેલવામાં મદદ કરે અને મને મધ્યસ્થતા કરવામાં ખુશી થશે.

   બંને નેતાઓ વચ્ચેની વાતચીત ટ્રમ્પના પાકિસ્તાન ઉપર ખોટું બોલવાના અને કપટ કરવાના આરોપ લગાવ્યાના મહિના પછી આવી છે. 23 ઓગસ્ટ 2018માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પછી ઇમરાન ખાનની પ્રથમ અમેરિકાની યાત્રા છે.

(8:51 am IST)