Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વિપક્ષના ભારે હંગામા વચ્ચે લોકસભામાં માહિતી અધિકાર સંશોધન બિલ 2019ને આખરે મંજૂરી

આકરો વિરોધ કરતા કોંગ્રેસ અને ટીએમસીએ સદનમાંથી વૉક આઉટ કર્યો

 

નવી દિલ્હીઃ  લોકસભામાં માહિતી અધિકાર સંશોધન બિલ 2019 રજૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન વિપક્ષ દ્વારા ભારે હંગામો મચાવવામાં આાવ્યો હતો. દિવસભર ચાલેલ કાર્યવાહી બાદ સદનમાં બિલને મંજૂરી મળી ગઈ છે અને આખરે વિપક્ષના વિરોધ વચ્ચે બિલ પાસ થઈ ગયું છે.

વિપક્ષે બિલ માટે આકરો વિરોધ કરતા કોંગ્રેસ અને ટીએમસીએ સદનમાંથી વૉક આઉટ કર્યું હતું. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સંશોધન બિલનો વિરોધ કર્યો છે. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે RTI કાનૂનમાં સંશોધનનો નિર્ણય એક ખરાબ પગલું છે. જે કેન્દ્રીય અને રાજ્યોના સૂચના આયોગોની સ્વતંત્રતા સમાપ્ત કરી દેશે, જે આરટીઆઈ માટે યોગ્ય નહિ હોય.

સદનમાં થયેલ ચર્ચા દરમિયાન સરકારે કહ્યું કે યૂપીએ સરકારના પહેલા કાર્યકાળમાં RTI અધિનિયમ ઉતાવળે બનાવી લેવામાં આવ્યો હતો. આના માટે તો નિયમાવલી બનાવવામાં આવી કે તો અધિનિયમમાં ભવિષ્યમાં નિયમ બનાવવાના અધિકાર રાખવામાં આવ્યા. માટે હાલના સંશોધન બિલ દ્વારા સરકારને કાનૂન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

 

(12:00 am IST)
  • કેન્દ્ર અને ત્યારબાદ રાજયો માટે ફરજીયાત લઘુતમ વેતન આવી રહેલ છે રૂ. કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તુર્તમાં ફરજીયાત લઘુતમ વેતન આપવાનું જાહેર કરી રહી છે રૂ. એ જ પદ્ધતિ રાજય સરકારોએ પણ અમલમાં મૂકવાની રહેશેઃ તમામ પ્રકારના ધંધાર્થીઓ માટે ભૌગોલિક પરિસ્થિતિ અને 'સ્કીલ'ના આધારે મીનીમમ વેઈજ - લઘુતમ વેતન સુચવાશે (ન્યુઝ ફર્સ્ટનો હેવાલ) access_time 5:24 pm IST

  • કેન્દ્ર અને ત્યારબાદ રાજયો માટે ફરજીયાત લઘુતમ વેતન આવી રહેલ છે : કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તુર્તમાં ફરજીયાત લઘુતમ વેતન આપવાનું જાહેર કરી રહી છે : એ જ પદ્ધતિ રાજય સરકારોએ પણ અમલમાં મૂકવાની રહેશે : તમામ પ્રકારના ધંધાર્થીઓ માટે ભૌગોલિક પરિસ્થિતિ અને 'સ્કીલ'ના આધારે મીનીમમ વેઈજ - લઘુતમ વેતન સુચવાશે access_time 11:23 am IST

  • પાકિસ્તાનને સુધરી જવા અમેરિકાની તાકિદ : ત્રાસવાદી સવલતોનો ભૂકકો બોલાવો : ભારત સાથે પરિણામલક્ષી વાર્તા કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે તમારે ત્યાંની ત્રાસવાદી સવલતોને તોડી પાડો... access_time 4:50 pm IST