Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમેરિકાના ન્યુયોર્કમાં હિન્દૂ પૂજારી સ્વામી હરીશ ચંદેર પુરી ઉપર હુમલો : શિવ શક્તિ પીઠ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પીઠ પાછળથી હુમલો થતા હોસ્પિટલમાં દાખલ : એક આરોપીની ધરપકડ

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં હિન્દૂ પૂજારી  સ્વામી હરીશ ચંદેર પુરી ઉપર હુમલો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેઓ 18 જુલાઈના રોજ શિવ શક્તિ પીઠ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પીઠ પાછળથી હુમલો થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્વામીના જણાવ્યા પ્રમાણે તેમને બહુ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો જેના અનુસંધાને  પોલીસે 52 વર્ષીય સર્ગિયો ગુએવિયાની નામક એક આધેડની આરોપી તરીકે ધરપકડ કરી લીધી છે અને તેના વિરૂદ્ધ હુમલો, ઉત્પીડન અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ તિરસ્કાર કે દ્વેષથી પ્રેરાઈને હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. મંદિરની નિયમિત મુલાકાત લેતા કેટલાક લોકોએ પુજારીને નિશાન પર લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

(11:45 am IST)