Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

યુપીએ ગઠબંધનમાં સામેલ પક્ષોને મતે રાહુલ પીએમ પદ માટે યોગ્ય ઉમેદવાર

 

નવી દિલ્હી :દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુપીએ ગઠબંધનમાં સામેલ મોટાભાગના પક્ષોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધવાનું પસંદ કર્યુ છે.એવી  માહિતી મળી છે કે, આરજેડી, જીડીએસ, રાષ્ટ્રીય લોકદળ ઝારખંડ મુક્તિ મોર્ચા, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, સહિત કેરાલા કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાની પસંદ છે. ઉપરાંત શિવસેનાએ પણ તેનું સમર્થન કર્યુ છે.

(1:02 am IST)