Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

નોટબંધી બાદ જમા થયેલા નાણાં કાળા હતા કે સફેદ ?:રિઝર્વ બેન્ક અને ઇન્કમ ટેક્સ વિભાગ જલ્દી નક્કી કરે :વૈંક્યા નાયડુ

નોટબંધીને લઈને નિરાશાવાદ છે લોકો જાણવા ઈચ્છે છે કે જયારે તમામ રૂપિયા બેંકોમાં પહોંચી ગયા તો ફાયદો શું થયો ??

નવી દિલ્હી :ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ કહ્યું હતું કે રિઝર્વ બેન્ક અને આવકવેરા વિભાગએ જલ્દી નક્કી કરવું જોઈએ કે નોટબંધી બાદ બેંકોમાં જમા થયેલા નાણાં કાળા હતા કે સફેદ ,તેઓએ વધુમાં કહ્યું કે આમ થવાથી સુધારા પાર લોકોની વિશ્વસનીયતા યથાવત રહેશે

  સરકારે નવેમ્બર-2016માં ચલણમાં રહેલી 500 અને 1000ની નોટને બંધ કરી દીધી હતી નાયડુએ કહ્યું કે નોટબંધી બાદ લોકો પોતાના ડ્રાયવર,રસોઈઓ,અથવા ઘરમાં કામ કરનારા અન્ય લોકો પાસેથી તેના બેન્ક ખાતા અંગે પૂછપરછ કરી રહ્યાં હતા કેટલાકે પોતાના કાળા નાણાં લોકોના બેન્ક ખાતામાં રાખવા આગ્રહ કર્યો હતો

     ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના શતાબ્દી સમારોહને સંબોધિત કરતા નાયડુએ કહ્યું હતું કે નોટબંધી નો હેતુ શું હતો ?નકલી નોટ ઉપરાંત તેનો ઉદેશ્ય રૂપિયાને પ્રણાલીમાં લાવવાનો હતો હવે પૈસા બેંકોમાં સરનામાં સાથે પહોંચી ગયા છે ત્યારે તેનાથી વધુ તમે શું ઈચ્છો છોન નાયડુએ એમ પણ જણાવ્યું હતું કે નોટબંધીને લઈને નિરાશાવાદ છે લોકો જાણવા ઈચ્છે છે કે જયારે તમામ રૂપિયા બેંકોમાં પહોંચી ગયા તો ફાયદો શું થયો ??

(12:19 am IST)