Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગ્રામીણ વિકાસ માટે રવાંડાનો અનુભવ ઉપયોગી બનશે

બંને દેશના નાગરિકોને પાસપોર્ટ સહિતની સુવિધા સરળ બનશે, બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાનો પ્રયાસ કરીશુ, રવાંડાના વિદ્યાર્થીઓ માટે ભારત સહયોગ કરશે

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના પાંચ દિવસીય આફ્રિકાના પ્રવાસ પર સોમવારે રવાંડા પહોંચયાં હતા જ્યાં મોદીનું સ્વાગત રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કંગામે કર્યું હતું

    ભારતના ગ્રામીણ વિકાસ માટે રવાંડાનો અનુભવ ઉપયોગી બનશે-બંને દેશના નાગરિકોને પાસપોર્ટ સહિતની સુવિધા સરળ બનશેબંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાનો પ્રયાસ કરીશુ, રવાંડાના વિદ્યાર્થીઓ માટે ભારત સહયોગ કરશે તેમ રવાંડાની મુલાકાતનો હેતુ છે 

   અત્રે ઉલ્લેખનીય છે કે મોદી રવાંડા પહોંચનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવાંડાને તેની સામાજિક સુરક્ષા યોજના 'ગિરિંકા ''અંતર્ગત 200 ગાય ભેટમાં આપશે જેને ત્યાંથી ખરીદી કરાશે

(12:12 am IST)