Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદમાં હિન્દૂ-મુસ્લિમો બાદ બૌદ્ધ સમુદાયે પણ દાવો સુપ્રીમ કોર્ટમાં નોંધાવ્યો

નવી દિલ્હી :અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી-મસ્જિદ વિવાદમાં હિન્દુ-મુસ્લિમોની દાવેદારી બાદ હવે બૌદ્ધ સમુદાયે પણ પોતાનો દાવો સુપ્રીમ કોર્ટમાં નોંધાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બૌદ્ધ સમુદાયના કેટલાક લોકોએ લેખિતમાં અરજી કરી દાવો કર્યો છે કે આ વિવાદાસ્પદ જમીન બૌદ્ધોની છે. અહીં પહેલેથી જ એક બૌદ્ધનું સ્થળ હતું છતાં સુપ્રીમ કોર્ટે બૌદ્ધ ધર્મના લોકોની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે મુખ્ય મુદ્દાની સુનાવણીવાળી બેંચ જ આની સુનાવણી.કરી શકે છે

   અયોધ્યામાં રહીને વિનીત કુમાર મૌર્યએ સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી છે. તેમણે વિવાદિત સ્થળ પર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) દ્વારા કરાયેલા ચાર વખતના ખોદકામના આધાર પર આ દાવો કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે કે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચના આદેશ પર અયોધ્યામાં અંતિમ ખોદકામ વર્ષ 2002-03માં કરવામાં આવ્યું હતું.

(9:17 pm IST)