Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોબ લીચિંગને લઈને કેન્દ્રએ ઉચ્ચસ્તરીય સમિતિની કરી રચના

ગૃહમંત્રીની અધ્ય્ક્ષતામાં મંત્રી સમૂહ બનાવાયું :મામલાની રાખશે દેખરેખ

નવી દિલ્હી :ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર મોબ લીચિંગ મામલાને લઈને ગૃહ સચિવની અધ્ય્ક્ષતામાં ચાર સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે આ ઉપરાંત ગૃહમંત્રીની અધ્ય્ક્ષતામાં એક વિશેષ મંત્રી સમૂહની પણ કમિટી રચાઈ છે જે આ મામલે દેખરેખ રાખશે અને તેની ભલામણ વડાપ્રધાન નરેન્રભાઈ મોદીને આપશે

(9:02 pm IST)